આ વખતે 20 ઓક્ટોબરે કરવા ચોથ ઉજવવામાં આવશે. તે દરેક પરિણીત મહિલાઓ માટે ખાસ તહેવાર છે. તેમાં મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત રાખે છે. તેમજ પૂજા-પાઠ કરે છે. સાંજે ચંદ્રના દર્શન કરીને પોતાનું વ્રત તોડે છે. ત્યારે તહેવાર હોય કે પછી કોઈ લગ્ન, પાર્ટી ફંક્શન, મહિલાઓ ખૂબ શણગાર કરે છે. કરવા ચોથ એક એવો તહેવાર છે, જેમાં પરિણીત મહિલાઓને સોળ શણગાર કરવાનો મોકો મળે છે.
સાડીથી લઈને મેકઅપ કેવો હોવો જોઈએ, તેને લઈને ઘણા દિવસ પહેલાથી જ શોપિંગ શરૂ કરી દે છે. જોકે, કોઈપણ મેકઅપ ત્યારે જ નિખરી આવે છે, જ્યારે તમારી સ્કિન ક્લિયર હોય. ત્યારે તેવામાં તમે સ્કિન પર નિખાર લાવવા માટે બ્યૂટી પાર્લર જવાના બદલે ઘરે જ નેચરલ મુલતાની માટીનો આ ફેસપેક લગાવીને જુઓ. તેમજ સ્કિન માટે મુલતાની માટી ખૂબ જ ફાયદાકારક હોય છે. તે સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે.
કરવા ચોથ પર મુલતાની માટી ફેસ પેક લગાવવાના ફાયદા
કરવા ચોથના દિવસે ઈચ્છો છો કે તમારો ચહેરો ચાંદ જેવો ગ્લો કરે, તેમજ તમારી સ્કિન ખૂબસૂરત દેખાય તો તમે બ્યૂટી પાર્લર જવાના બદલે મુલતાની માટીનો ફેસપેક લગાવી જુઓ. સ્કિન માટે ઘણી રીતે મુલતાની માટી ફાયદાકારક છે. તે ડાર્ક સ્કિનને ક્લિન કરે છે. આ ઉપરાંત સ્કિનમાંથી એક્સ્ટ્રા ઓઇલ હટાવે છે. અને ફાઇન લાઇન્સ, કરચલીઓ, પિગ્મેન્ટેશન વગેરે સમસ્યાઓ નથી થતી, જો આ માટીનો ફેસપેક રેગ્યુલર લગાવશો તો સ્કિન ટોન્ડ રહેશે.
આ રીતે બનાવો મુલતાની માટીનો ફેસપેક
મુલતાની માટીનો ફેસપેક બનાવવા માટે તમારે 2-3 ચમચી મુલતાની માટી પાઉડર, એક ચમચી ગુલાબજળ, 2 મોટી ચમચી બેસન લોટ, 1 ચમચી મધ અને ચોખાનું પાણી લેવાનું છે. ત્યારબાદ આ બધી વસ્તુઓને એક બાઉલમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો.
આ રીતે ફેસ પેક કરો અપ્લાય
ચહેરાને પહેલા સ્વચ્છ પાણીથી ધોઈ લો અને ટુવાલથી લૂછી લો. તેમજ હવે તમે આ લેપને તમારા ચહેરા અને ગરદનના ભાગ પર સારી રીતે લગાવો. તેમજ તેને ઓછામાં ઓછા 30 મિનિટ માટે લગાવી રાખો. હવે પાણી લગાવીને હળવા હાથે સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. તેનાથી સ્કિનમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને સ્કિન પર લાગેલી બધી ધૂળ-ગંદકી હટી જશે. તેમજ પોર્સ ખુલી જશે.
તેને કરવા ચોથના એક દિવસ પહેલા લગાવો અને ઈચ્છો તો કરવા ચોથના દિવસે પણ લગાવીને ચહેરા પર ગ્લો લાવી શકો છો. તેમજ ધ્યાન રાખો કે સાબુનો ઉપયોગ ન કરો નહિંતર સ્કિન ડ્રાય થઈ જશે. આ દરમિયાન મુલતાની માટીનો ફેસ પેક જ્યારે તમે સાફ કરી લો તે પછી ચહેરા પર રોઝ વોટર ટોનર પણ અપ્લાય કરી શકો છો. સવારે જ્યારે તમે ઉઠશો તો તમારી સ્કિન ગ્લોઇંગ અને ક્લિયર દેખાશે. તેમજ મુલતાની માટીથી સ્કિન પર લગાવવાથી સ્કીન સોફ્ટ બને છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.