આવતી કાલે વર્લ્ડ ડાયાબીટીઝ ડે

શારિરિક શ્રમનો અભાવ, માનસિક શ્રમ, ચિંતા અને ઓચિંતા આદ્યાત પણ ડાયાબિટીસ પાછળ જવાબદાર: ૧૦ સેકન્ડ લઇ બે મિનિટ સુધી વિવિધ આસનથી ડાયાબિટીસમાં મળે છે રાહત

વિશ્ર્વમાં ૧૪ નવેમ્બર “વર્લ્ડ ડાયાબિટીઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ડાયાબીટીસ ફેડરેશન વર્લ્ડ હેલ્થ ઓગેનાઇઝેશનએ આ દિવસ ઉજવવાનું ૧૯૯૧માં ચાલુ કર્યુ હતું. ૧૪ નવેમ્બર  ફેડ્રીક બેન્કીગનો જન્મદિવસ છે, કે જમણે ચાર્લ્સ બેસ્ટ સાથે ઇન્સ્યુલીનની શોધ કરી. તેના માટે ૧૪ નવેમ્બર ડાયાબિટીઝ ડે તરીકે ઉજવાય છે.

વર્લ્ડ ડાયાબિટીઝ ડે ઉજવવા પાછળનો ઉદેશ વિશ્ર્વમાં ડાયાબિટીઝના કારણે આરોગ્ય અને સ્વાસ્થની વધતી જતી ચિંતા અને તેના જોખમી પરીબળો છે. વર્લ્ડ ડાયાબિટીઝ ડે વિશ્ર્વનું સૌથી મોટું ડાયાબિટીઝ અવેરનેસ, જાગૃતતા ઝુંબેશ છે. જેની પહોંચ વિશ્ર્વના ૧૬૦થી પણ વધારે દેશોના એક અબજથી વધારે લોકો સુધીની છે. આમનો ઉદેશ ડાયાબીટીસ પ્રત્યે સતત જનતા, સમાજ અને શાશક પક્ષ આ મુદાને સતત ધ્યાનમાં રાખે તે માટેનો છે. આ સંસ્થાના બે મહત્વના ઉદેશ છે. ઇન્ટેરનેશનલ ડાયાબીટીઝ ફેડરેશનની મુખ્ય વિધારધારાએ છે કે, તેમના દ્વારા ડાયાબીટીઝ પ્રત્યે આખુ વર્ષ અવેરનેશ પ્રોગ્રામ દ્વારા એક પ્લેટફોર્મ પુરૂ પાડવાનું છે અને બીજુ વિશ્ર્વવ્યાપી ઝુંબેશ જેના સંકલન અને પ્રયત્નોથી ડાયાબીટીસને પ્રેકટીકલ ગ્લોબલ ઇશ્યુ તરીકે પ્રમોટ કરવાનું છે. ૨૦૨૦ની થીમ ધી નર્સ એન્ડ ડાયાબીટીસ છે. સને-૨૦૧૯ના આંકડા મુજબ વિશ્ર્વામાં ૪૬૩ મિલીયન લોકોને ડાયાબિટીસ છે.  જે સને -૨૦૩૦ સુધીમાં ૫૭૮ મીલીયન કરતાં પણ વધારે હશે. તેઓ અંદાજ છે.

અત્યારે દર ૧૦ વ્યક્તિમાંથી ૧ વ્યક્તિને ડાયાબિટીસ હોય છે. જે સને ૨૦૧૯માં ૪.૨ મીલીયન લોકોના મૃત્યુ ફકત ડાયાબિટીસના કારણેે થયા હતા. સમગ્ર વિશ્ર્વમાં સ્વાસ્થ્ય પાછળ જે ખર્ચ થાય છે. તેનો ૧૦% હિસ્સો ફકત ડાયાબિટીસ માટે જ થાય છે. એટલે કે સને ૨૦૧૯ના આંકડા મુજબ ઓછામાં ઓછો ૭૬૦ બિલીયન ડોલર (રૂ.૫૬,૭૩૦,૪૩ કરોડ) ડાયાબિટીસના ઉપચાર, નિદાન અને સ્વાસ્થય પાછળ ખર્ચાય છે.  મંડુકાસન, વક્રાસન, ભુજંગાસન, સલભાસન, ધનુરાસન, હલાસન, પ્રશ્ર્ચીમોતાનાસનનો નિયમીત અભ્યાસ ૧૦ સેક્ધડથી લઇ બે મીનીટ સુધી દરેક આસન કરવામાં આવે તો ડાયાબિટીસમાં ઘણો લાભ મળે છે. આ સીવાય કપાલભાતી ક્રિયા જો દરરોજ ૧૦ મીનીટ કરવામાં આવે તોડાયાબિટીસ ચોકકસ નિયંત્રણમાં આવી શકે છે. આ બધા આસનો અને પ્રાણાયામ કોઇ યોગ નિષ્ણાંત પાસે શીખી અને પછી જ જાતે કરવા જેથી ચોકકસ ફાયદો મેળવી શકાય.

18 8

આ ઉપરાંત સાદો ખોરાક લેવો, ખોરાકમાં નિયમીતતા જાળવવી તેમજ તળેલા પદાર્થો, મીઠાઇ, આઇસક્રિમ, ઠંડાપીણા, બેકરી આઇટમ, વગેરેે ન લેવા જોઇએ. આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો. વધારે પડતું વજન હોય તો ઓછું કરવું. દરરોજ આસન, પ્રાણાયમ અને વોકિંગ કરવું. આમ જો થોડુ ધ્યાન આપવામાં આવે તો આ બિમારીને ચોકકસ કાબુમાં રાખી શકાય છે. પતંજલી મુનીના અષ્ટાંગ યોગના પ્રથમ બે અંગો યમ અને નિયમનુું જો રોજીંદા જીવનમાં પાલન કરવામાં આવે તો તંદુરસ્તી આપણાથી દૂર નથી.

પરેજી એ જ એક ઉત્તમ ઉપાય

આપણા યોગશાસ્ત્રમાં ડાયાબિટીસમાં અનેક આસનો અને પ્રાણાયામ આપેલા છેેે. જેની રેગ્યુલર પ્રેકટીસથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે. જો ડાયાબિટીસની શરૂઆત જ હોય તો, યોગાસનનો નિયમીત અભ્યાસ તેને જડમુડમાંથી નાબુદ પણ કરી શકે છે.

ડાયાબિટીસ થવાના મુખ્ય કારણમાં આપણા જીવનશૈલી જવાબદાર

આ સીવાય આ રોગ વારસાગત પણ આવે છે અને કયારેક કોઇ બિમારીની આડઅસરથી પણ ડાયાબીટીસ થાય છે. પરંતુ મુખ્ય કારણ આપણું ખાન-પાન અને બેઠાડુ જીવન છે. વિશેષમાં શારીરિક શ્રમનો અભાવ, માનસીક શ્રમ, ચિંતા, ઉદવેગ અને ઓચિંતા આધાત પણ ડાયાબિટીસ લાવવાના મુખ્ય કારણોમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.