રાજય સરકારે ઉદ્યોગોને ધમધમતા કરવા માટે જાહેર કરેલી છૂટછાટ પ્રમાણે આજથી એટલે કે 14 મેથી રાજકોટ શહેરમાં કેન્ટોનમેન્ટ ઝોન અને બફરઝોન સિવાયના વિસ્તારમાં આવેલા 10 હજાર નાના મોટા યુનિટો શરૂ કરવા માટે જિલ્લા વહિવટી તંત્રએ કવાયત હાથ ધરી છે. દુકાનો અને બજારો શરૂ કરવા અંગેનો પાસ લેવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
ઉદ્યોગો શરૂ કરવા માટે સૌથી મોટી મુશ્કેલી મંજૂરી અને પાસની પડે છે ત્યારે આજે કચેરીમાં ટોળા એકઠા થઈ છે. 10 હજાર યુનિટોની મંજૂરીની કામગીરી કરવી પડે તેમ હોવાથી ઉદ્યોગકારોના ટોળા ઓછા કરવા માટે જે તે એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સમાં મંજૂરી માટે કેમ્પ કરવા માટે કલેકટર રેમ્યા મોહને આદેશો કર્યા હતા.
આજ રોજ રાજકોટમાં 11 જેટલા એસોસિએશન પોતાના સભ્યો માટે તથા બીજા નાના મોટા ઉદ્યોગને શરૂ કરવા માટે કલેકટરે મંજૂરી આપી છે તેની અરજી લેવામાં આવી રહી છે ત્યારે રાજકોટ એન્જીનિયરીગ એસોસિએશન દ્વારા ઉદ્યોગ શરૂ કરવા અરજી લેવામાં આવી રહી છે અને સાંજ સુધીમાં મંજૂરી મળી જશે ત્યારે મોટી સંખ્યામાં ઉદ્યોગકારોની લાઈનો જોવા છે.
રાજકોટ શહેરના વિવિઘ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોના સંચાલકોને કલેકટર કચેરીએ મંજૂરી માટે ધક્કા નહિ ખાવા પડે જે રીતે બિલ્ડર્સને મંજૂરીઓ અપાઈ છે તે રીતે આ મંજૂરી અપાશે. કામદારોના લિસ્ટ, જરૂરી પુરાવા, બાંહેધરીપત્ર આપવાના રહેશે. તેમાં એક સાઈડમાં જે તે એસોસિેએશન સહીસિક્કા કરશે અને બીજી તરફ સરકારી અધિકારીઓ મંજૂરના સહી સિક્કા મારી આપશે.