છોટાઉદેપુર: શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની રોજગાર અને તાલીમ નિયામક,ગાંધીનગર કચેરી દ્વારા રોજગારી (નોકરી) કરતા કે સ્વરોજગારી(વ્યવસાય કે ધંધો) કરતા દિવ્યાંગજન તેમજ દિવ્યાંગજનને વધુ રોજગારી આપનાર તેમ જ દિવ્યાંગજનને રોજગારી અપાવવા મદદ કરતા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફીસરોને એવોર્ડ દ્વારા પ્રોત્સાહીત કરવામા આવે છે. જેના માટે છોટાઉદેપુર જિલ્લાની વર્ષ ૨૦૨૪ના દિવ્યાંગ પારિતોષીક માટેની 4(ચાર) કેટેગરીની અરજીઓ તા.17/03/2025 સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર ખાતે મંગાવવામાં આવેલ છે.
આ ચાર કેટગરીમાં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને રોજગાર આપવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીર્સસનો સમાવેશ થાય છે. આ ચાર કેટેગરી માટેના રાજય દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નિયત નમૂનો રોજગાર અને તાલીમ નિયામક ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર ખાતેથી “વિના મુલ્યે” તા. તા. 17/03/2025 સુધી અરજદાર મેળવી શકાશે.
શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારી કે સ્વરોજગારી કરનાર 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અંધ,બહેરા-મુંગા,અપંગ,રક્તપિત્ત યુક્ત તથા મંદબુધ્ધિવાળા દિવ્યાંગ વ્યક્તિઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને કામે રાખનાર નોકરીદાતા તથા પ્લેસમેન્ટ ઓફીસરોએ નિયત અરજી ફોર્મ તા. તા. 17/03/2025 સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે ભરીને અરજીમા જણાવેલ જરુરી સાધનિક દસ્તાવેજો સહિત ત્રણ નકલમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન જિલ્લા રોજગાર કચેરી,સેક્રેટરીએટ બીલ્ડીંગ સામે ,કોર્ટ કંપાઉન્ડ,છોટાઉદેપુર ખાતે રૂબરૂ આપવા જણાવવામાં આવે છે.
શ્રેષ્ઠ કર્મચારી કે સ્વરોજગારી,નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફીસરોએ પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર પણ રજુ કરવાનુ રહેશે.રોજગારી (નોકરી) કે સ્વરોજગારી (ધંધો) કરનાર એ દિવ્યાંગતાની વિગતો સાથે આવકની વિગતો દર્શાવવાની રહેશે.તેમજ રોજગારી આપનાર (નોકરીદાતા)એ છેલ્લા ત્રણ વર્ષમા દિવ્યાંગજનને આપેલ રોજગારી વિગતો અને કયા પ્રકારના દિવ્યાંગને વધુ રોજગારી આપેલ છે તેની વિગતો તેમજ પ્લેસમેન્ટ ઓફીસરે છેલ્લા પાંચ વર્ષમા કરેલ કામગીરીની વિગતો રજુ કરવાની રહેશે.
તમામ અરજી ફોર્મમા કોલમ મુજબની પુરેપુરી વિગતો દર્શાવીને જરૂરી આધાર પુરાવા, બિડાણો સામેલ કરવાના રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુરનો સંપર્ક કરવા તેમજ અધુરી વિગત વાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.