સમાજના અતિ મહત્વપૂર્ણ ભાગ સમાન દિવ્યાંગો દ્વારા સમાજના કલ્યાણ અર્થે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમજ સમાજ દ્વારા પણ દિવ્યાંગજનોના વિકાસ અને ઉતન માટે સવિશેષ કામગીરી કરવામાં આવે છે. ત્યારે મદદનીશ રોજગાર કચેરી રાજકોટની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક વર્ષ ૨૦૨૦ માટેની અરજીઓ મંગાવવામાં આવી છે.
જે મેળવવા માટે શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી અપાવતા પ્લેસમેન્ટ ઓફિસર્સ જેવી અલગ કેટેગરીમાં નિયત નમુના સાથે અરજી મોકલાવી આપવી. દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીનો નમુનો વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી અવા રોજગાર કચેરીમાંથી તારીખ ૨૧ ઓગસ્ટ સુધીમાં વિનામુલ્યે મેળવી શકાશે. આ અરજીમાં ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાકતરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટા સહિતની માહિતી સહિત નોકરીદાતા અને પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલી કોલમ મુજબની વિગતો જણાવીને સંબંધિત બિડાણો ભરેલ અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સાથે બે નકલમાં રોજગાર વિનિમય કચેરીમાં તા. ૨૪ ઓગસ્ટ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા, અધુરી વિગતવાળી – નિયત સમય મર્યાદા બાદની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. આ અંગેની વધુ માહિતી માટે મદદનીશ નિયામક રોજગાર રાજકોટ કચેરીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
૨૪ ઓગસ્ટે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠક યોજાશે
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટની ગવર્નિંગ બોડીની બેઠક ૨૪ ઓગસ્ટ-સોમવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાશે. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસને યોજાનારી આ બેઠકમાં મિશન મંગલમ, મનરેગા, એસ.બી.એમ., પી એમ.એ.વાય.(ગ્રા) સહિતની યોજનાઓની જુલાઈ માસ અંતિત સમીક્ષા કરાશે. સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા નિયામક જે.કે.પટેલની યાદીમાં જણાવાયું છે.