ખેડુતોના ખેતરમાં રાત દિવસ હેરાન કરતા ઢોરના આતંકથી ખેડુતો થયા ત્રાહીમામ
વડિયા મા રખડતા ભટકતા ઢોર તેમજ આખલાઓ ખેડૂતોના ઉભા પાકને પારાવારીક નુકશાની પહોંચાડતા હોઈ તેથી વડિયા સરપંચપતિ છગનભાઇ ઢોલરીયાની આગેવાની હેઠળ ૧૦૦ થી વધુ ખેડૂતોએ એકીસાથે મળીને વડિયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપેલ તેમજ વડિયા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ ને પણ આવેદન પત્ર આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલ તમામ ખેડૂતોએ કપાસ ચણા મગફળી જેવા વાવેતરો કરેલ છે
જેમાં રાત્રીના સમયે રખડતા ભટકતા ઢોર નું ટોળું ઘુસી જઇ પાકને નુકશાન પહોંચાડે છે જેથી કરીને અમો ખેડૂતોને રાત્રે પણ શાંતિ થી ઊંઘી શકતા નથી માટે આ રખડતા ભટકતા ઢોરોને અમો જાતે અમારા ખર્ચે પકડીને જેતપુરની ધર્મ ભક્તિ ગોઉશાળામાં મોકલી આપીશું માટે આજ થી જે લોકોના માલિકીના ઢોર હોઈ તેઓએ પોતે પોતાના ઢોર ને બાંધી લેવા અમારી તંત્રને રજુઆત બાદમાં રખડતા ભટકતા ઢોર સાથે માલિકીના ઢોર આવી ગયા હોય તે ઢોર જેતપુર ગૌશાળા માંથી માલિકીના ઢોર હોઈ તે માલિકને ત્યાં થી છોડાવવાના રહેશે આ અંગે આજે ખેડૂતોએ વડિયા મામલતદાર ને આવેદન પત્ર આપી બાદમાં ત્યાંથી મુખ્ય માર્ગ પર રેલી સ્વરૂપે વડિયા પોલીસ સ્ટેશને જઇ પી.એસ.આઈ.ને પણ આવેદન પત્ર આપવામાં આવેલ છે.