સત્વરે પગલા નહીં લેવાય તો સમાજ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
રાજુલા પ્રાંત કચેરીમાં માલધારી સમાજ દ્વારા ગૌચર દબાણ સંબંધે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમગ્ર ૩૩ જિલ્લાનાં તાલુકા મથકો પર આવેદન આપવામાં આવ્યું છે.જેમાં માલધારી સેના દ્વારા આ અંગે તાત્કાલીક પગલા ભરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.
રાજુલા તાલુકામાં પણ ગૌચરનું દબાણ ખૂબજ પ્રમાણમાં હોય અને કેટલીક કંપનીઓ દ્વારા પણ મોટા પ્રમાણમાં દબાણ કરાયું હોય તેની સામે લોકાને કાયદાકીય લડતો કરવી પડે છે. તો આવા કિસ્સાઓમાં પણ દબાણ તાત્કાલીક અસરથી દૂર કરવા માંગ કરવામા આવી છે. જાણવા મળતી વિગત મુજબ કેટલીક કંપનીઓ દ્વારા મીલીભગત કરીને ગેર કાયદેસર રીતે ભાડા પટે ગૌચર લઈ લેવામાં આવી છે. તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.