જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ખેડુતોની સમસ્યાઓ અંગે જિલ્લા કલકેટરને રજૂઆત કરી તાકીદ નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ હિતેશભાઈ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી, કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાતરીયા સહિતના કોંગી અગ્રણીઓ જોડાયા હતા.
રજૂઆતમાં જણાવ્યા મુજબ ખેડુતોને વિજળી સિંચાઈ અપૂરતી મળે છે. જેના કારણે ખેડુતોની મુશ્કેલીમાં વધારો થાય છે. વિજળી, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરેનો ભાવ ખૂબ ઉંચો હોવાથી ખેત પેદાશોની પડતર ધણી ઉંચી થાય છે. ઉપરાંત ખાતર પરનો વેરો ખેડુતો પર ભારણ સમાન છે. અનેક વિધ કારણોસર પાક નિષ્ફળ જાય ત્યારે ખેડુતોને પાક વીમાની પૂરતી રકમ સમયસર ચૂકવવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત ખેડુતો દ્વારા આપવામાં આવતા કાર્યક્રમોમાં પોલીસ અત્યાચાર અને દમન ગુજારવામાં આવે છે. જેની સામે યોગ્ય પગલા લેવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com