બોટાદ જિલ્લા ના ખેડૂતો ની મુરઝાતી મોલત માટે અવાર નવાર રજૂઆતો છતાં તુમાર દાખવતા તંત્ર સામે ૧૩ ગામના સરપંચો અને ૨૦૦ જેટલા ખેડુતો દ્વારા કલેકટર શ્રી બોટાદ તેમજ કાર્યપાલક ઈજનેર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
હાલ સરકાર દ્વારા ગુજરાત મા નર્મદા કેનાલ ના કમાન્ડ એરીયામાં આવતાં ખેડુતો ને મર્જાતી મોલાત માટે અને પશુ ધન બચાવવા માટે પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયલ છે પરંતુ છેલ્લા દસ દિવસ થી લેખીત તેમજ મૌખીક રજુઆત કરવા છતાં કેનાલ માં પાણી છોડવામાં આવ તું નથીજો બે દિવસ મા પાણી નહીં છોડવામાં આવે તો ત્યાં ના ખેડુતો દ્વારા પોતાના ખેતરોમાં ઉભા પાક તથા લાખો રૂપિયા નો ખર્ચો ખેડુતો દ્વારા કરવામાં આવેલ છે તે નિષ્ફળ જાય તેમ છે. જો આગામી દિવસોમાં ખેડુતો ની માગણીઓ નહી સ્વીકારવા મા નહી.
આવે તો રામણકા સહિતના ૧૩ ગામના ખેડુતો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગ ઉપર ઉપવાસ પર બેસવાની ચીમકી સાથે બોટાદ ના રામણકા ગામ સહિત ૧૩ ગામ ના સરપંચો ખેડુતો દ્વારા આજરોજ બોટાદ કલેકટર શ્રી તથા નાયબ કાર્યપાલક ઈજનેર ની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું