કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા: તાત્કાલીક પ્રશ્નો ઉકેલવા માંગ
કાલાવડ કોંગ્રેસ દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવો અને અતિવૃષ્ટિના કારણે સમગ્ર તાલુકાનો પાક નિષ્ફળ ગયો છે તથા સિંચાઇ વિભાગના અણધડ વહીવટને કારણે ડેમોના પાણી છોડવામાં આવતા ઘણા ખેડુતોની ખેતીની જમીન અને પાકમાં પારાવાહ નુકશાન થવા પામેલ છે. તેમજ રોડ, રસ્તાઓ સંપૂર્ણ ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓ ઘોવાઇ જવા પામેલ છે. પેટ્રોલ, ડીઝલના અસહ્ય ભાવો, વીજળી બીલોમાં તોતિંગ વધારો ઝીંકીને સરકારે પ્રજા પાસેથી ખુલ્લી લુંટ કરવાનું બીડુ ઝડપયું છે. બીજી બાજુ કોરોનાને લીધે લોકોના ધંધા રોજગાર બંધ છે. તેવામાં સરકારે માસ્ક અને હેલ્મેટના કાળા કાયદા લાવી લોકોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમજ મઘ્યમ વર્ગના લોકોના બાળકો જે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓને લકોડાઉન હોવા છતાં પણ પઠાણી ઉઘરાણી કરી વાલીઓને ખુબ હેરાન-પરેશાન ફી મુદ્દે કરવામાં આવે છે. સરકારની ખાનગી સ્કુલો પર સરકાર મીઠી નજર કરી પ્રજાને ઉલ્લુ બનાવી રહી છે. જે અનેક પ્રશ્ર્નને લઇને ગઇકાલે કાલાવડ કોંગ્રેસ દ્વારા રેલી કાઢી અને સરકાર વિઘ્ધ સુત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું, ગઇકાલે કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વસંતભાઇ ગીણોયા તથા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દદતસિંહ જાડેજાની આગેવાની હેઠળ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું, જે આવેદન પત્ર આપતી વેળાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જુમાભાઇ રાયમા, જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી. પટેલ, કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, મહામંત્રી કે.પી. બથવાર, જીલ્લા પંચાયત સદસ્ય જે.પી. મારવિયા, મુકુન્દભાઇ સાવલીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવદાનભાઇ જારીયા, દોસુભાઇ હાલાણી, એડવોકેટ હનીફભાઇ ઘાડા, કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો સહિત કાર્યકરો ઉ૫સ્થિત રહ્યા હતા.