સરકાર દ્વારા મફત માસ્કનુ વિતરણ તથા દંડની રકમ રુ.૫૦ કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કોંગ્રેસ ના ઉપપ્રમુખ દિલીપભાઈ જસાણી,માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકીયા, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ રાઠોડ,તાલુકા સેવાદળ કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ હુંબલ, તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બોરખતરીયા સહીતના કોંગ્રેસ કાર્યકરોએ આજરોજ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને ઉદ્દેશીને મામલતદાર માણાવદર મારફતે કોરોના મહામારીમાં માસ્કના દંડ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં રજુઆત કરવામાં આવેલ કે છેલ્લા ચાર માસથી વધુ સમયથી કોરોનાની પરિસ્થિતિમાં લોકોના જીવન બે હાલ બની ગયા છે જે લોકો માસ્ક વગર નીકળે છે તેઓને રુ.૨૦૦ દંડ તથા અમુક શહેરોમાં રુ.૫૦૦ જેવો દંડ સરકાર દ્વારા રાખવામાં આવેલ છે તે ધટાડી રુ.૫૦ નો કરવામાં આવે તથા સરકારે ખરેખર કોરોના ને કાબુમાં રાખવો હોય તો ગરીબ અને મધ્યમવર્ગીય જનતા ને વિના મુલ્યે માસ્કનુ વિતરણ કરવું જોઈએ અને કંપનીઓ, સામાજીક સંસ્થાઓ, તથા વ્યક્તિઓ પાસેથી રોકડ રકમ નું દાન લેવાના બદલે વિના મુલ્યે માસ્કનુ દાન કરે તેવી જાહેરાત કરવા વિનંતી કરવામાં આવી છે
Trending
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા
- અમદાવાદ :1 જાન્યુઆરીથી મુસાફરીમાં સમયની થશે બચત, જુઓ ડિવિઝનની ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ