ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરાયેલા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં હજુ સુધી વળતર નહિ અપાતા કિશાનોએ થાળી અને તાળી વગાડીને નવતર વિરોધ કરી કલ્યાણપુર મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
ખેડૂતોએ ઉગ્ર રજુઆત સાથે જણાવ્યું હતું કે ગત ઓગસ્ટ માસમાં રાજ્યના મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરીને રાજ્યમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખરીફ ઋતુ માટે રદ કરીને કિસાન સહાય અંગેની જાહેરાત કરીને ખેડૂતોની સમતી વગર જ એક પક્ષીય નિર્ણય કરાયો હતો.કલ્યાણપુર તાલુકામાં ૫૦ મીમીને બદલે તાલુકા મથકે ૭૩ મી મી વરસાદ નોંધાયો છે અને ૫૦ થી ૧૦૦ ટકા સુધી નુકસાન થયું છે. પણ એક મહિનો થવા આવવા છતાં નુક્સાનીની અકરણી થઈ નથી.
રાજ્ય સરકારમાં નથી દરખાસ્ત થઈ કે નથી સર્વે થયો ત્યારે ખેડૂતો સડી ગયેલા પાકને સર્વે માટે સાચવીને બેઠા છે અને નવા વાવેતર માટે રૂપિયાની જરૂર છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ તથા કલ્યાણપુર તાલુકા કોંગ્રેસે સાથે મળે તાત્કાલિક યોગ્ય કરવા આવેદન પાઠવી માંગણી કરી છે.