કોર્ટ પરીસરમાં પુસ્તકાલય, ઇ-લાયબ્રેરી, શૌચાલય અને મફત ઇન્ટરનેટની સુવિધા આપવા બાર એસો.ની માંગ
વકીલો અને અસીલો માટે કલ્યાણકારી પગલા માટે રાજકોટ બાર એસો. દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી કોર્ટ પરીસરમાં પુસ્તકાલય, ઇ-લાયબ્રેરી, શૌચાલય અને ફ્રી ઇન્ટરનેટની તેમજ સસ્તા દરે ભોજનની વ્યવસ્થા કરાવવા માંગણી કરવામાં આવી છે.
રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી જીજ્ઞેશ જોષી,ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, જોઇન્ટ સેક્રેટરી નિલેશ પટેલ ટ્રેઝરર અમિત ભગત, લાબ્રેરિયન મોનીષ જોષી, કારોબારી સભ્ય નિશાંત જોષી, સુમિત વોરા, જીતેન્દ્ર પારેખ, મનીષ આચાર્ય, પંકજભાઇ દોંગા, રેખાબેન પટેલ, સંદીપ જોષી, સંજય પંડયા અને રાજેશ ચાવડાએ વકીલોની વિવિધ માંગણીના મુદ્દે બાર એસો. ઠરાવ કરી જીલ્લા કલેકટરને પાઠવામાં આવ્યું હતું.
દેશના તમામ વકીલો માટે ન્યાયલય પરીસરમાં અથવા તો નજીકના વિસ્તારમાં પુસ્તકાલય, ઇ-લાયબ્રેરી, શૌચાલય, મફત ઇન્ટરનેટ અસીલો માટે બેસવાની વ્યવસ્થા અને સસ્તા દરે ખાવાની કેન્ટીન નવા જરુરીયાત મંદ વકીલોને માસીક ‚ા ૧૦ હજાર આપવાની વ્યવસ્થા કરવી વકીલ અને તેમના પરીવારને જીવનવીમો અને અકસ્માત મુત્યુના સમયે ‚ા ૫૦ લાખ સુધીનું વળતર અને વિમારીના સમયે મફત સારવારની વ્યવસ્થા કરાવાની માંગણી કરી છે. વૃઘ્ધ વકીલો માટે પેન્શન લોક અદાલતનું કાર્ય વકીલોના કાર્યક્ષેત્રના હોય ન્યાયલયના કાર્યો અને ન્યાયધીશોને આ કાર્યથી દરુ રાખવા જરુરીયાત મંદ વકીલોના રહેણાંકના બહારગામ માટે યોગ્ય દરે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી છે.બાર એસો.ના સર્મથનમાં આવેદન પત્ર આપવામાં એડવોકેટ દીલીપભાઇ પટેલ, પિયુષભાઇ શાહ, હિતેષભાઇ દવે, નલીમભાઇ આહયા, સી.એચ.પટેલ, નૈમિષ પટેલ, મુકેશ ત્રાંબલીયા, મિતેશ કથીરીયા, જયસુખ બારોટ, નમીતાબેન કોઠીયા, સોનલબેન ભામાણી, એકતાબેન ઉકાસણા, તુષારભાઇ બસલાણી, હેમાંગભાઇ જાની, યોગેશભાઇ ઉદાણી, વિગેરે હાજર રહ્યા હતા.