ખરીફ પાક તો બગડયો, અતિવૃષ્ટિ જાહેર નહિ થાય તો રવિ પાક માટે પણ ખેડૂતો પાસે નાણા નહિં રહે: કિસાન સંઘ
છેલ્લા ત્રણ અઠવાડીયાથી સમગ્ર કચ્છ જીલ્લામાં શ્રીકાર વરસાદ નોંધાયો છે. અને અતિવૃષ્ટિ થઇ છે. પરંતુ સરકાર દ્વારા આજ દિવસ સુધી ખેડુતોની નોંધ લેવામાં આવી નથી આવા અનેક મુદ્દાઓ ને લઇને કચ્છ ભારતીય કિશાન સંઘ દ્વારા કચ્છ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આપ્યું હતું. આવેદન પત્રમાં અનેક માંગો કરવામાં આવેલ છે.
જેમાં ગત વર્ષના વિમાના નાણા તાત્કાલીક ચુકવવા માટેની માંગ પણ કરવામાં આવી હતી.
કચ્છભરના ૧૮૭૦૦ થી વધારે ખેડુતોના ચુકવણાં હજી બાકી છે. તેવામાં આ વર્ષે પણ ખેડુતોને થયેલ નુકશાન એ પડયા પર પાટુ સમાન છે.
કચ્છ જીલ્લામાં ૨૫૬.૧૩ ટકા વરસાદ બાદ પણ અતિવૃષ્ટિ જાહેર ન થતાં ખેડુતોના ખરીફ પાક તો બગડયાં છે પરંતુ રવિ પાક માટે પણ ખેડુતોના પાસે નાણા નહી રહે સરકાર પાસે ૦ ટકા વ્યાજ દરે પાક ધીરાણની માંગણી પણ મુકવામાં આવી છે. સમગ્ર કચ્છમાં સરેરાશ ૮૦ થી ૯૦ ટકા પાકને નુકશાન છે. અને તેની ભરપાઇ નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં ખેડુતો દ્વારા અન્ય કાર્યક્રમો યોજયાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.