નાસ્તા માટે અલગથી ચીજ વસ્તુઓ ફાળવવા તેમજ વેતન વધારાની માંગ
મઘ્યાહ્ન ભોજનમાં લદાયેલા નવા નિયમ ના અમલીકરણ કરવામાં આવતા આ નિયમો ની અસર વિવિધ કામદારો પર પડતી હોય કામદારો તથા મદદનીશ ની વિવિધ સમસ્યા ના નિવારણ માટે લિંબડી ખાતા ના મઘ્યાહ્ન ભોજન ના વિવિધ કામદારો એ ભેગા થઈ તેમની સમસ્યા ના નિવારણ માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેકટર શ્રી સ્વપ્નિલ ભાઈ તથા લિંબડી મામલતાર શ્રી પી. એસ. શાહ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
લિંબડી તાલુકા મઘ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ
સરકાર તરફ થી નવા મેનુ માં ભોજન ઉપરાંત નાસ્તા ની અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે ,તો નાસ્તા માટે અલગ થી પેશગી ફાળવવા માં આવે તેવી અમારી માગણી છે. નવા મેનુ માં અલગથી નાસ્તો થતો હોય રસોયા મદદનીશ ના સમય માં વધારો થતો હોય હાલ માં જે વેતન આપવામાં આવે છે તે ઘણું નજીવું હોય તો તે લઘુતમ ધારા વેતન પ્રમાણે વેતન આપવા આવે તેવી વિનંતિ માંગ છે.