જામનગરની એક વણિક કંદોઈ યુવતીનું પંદરેક દિવસ પહેલા એક મુસ્લિમ શખ્સે અપહરણ કર્યાની આ યુવતીની માતાએ પોલીસમાં અરજી ૫ાઠવી છે. લવ જેહાદ જેવા આ કિસ્સામાં પોતાની પુત્રીને મુક્ત કરાવવા માતાએ રજૂઆત કરી છે.
જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં રહેતા એક વણિક કંદોઈ પરિવારની યુવાન પુત્રી ગઈ તા.૧૯-૪ના દિને પોતાના ઘરેથી લાપત્તા થયા પછી તેણીનું નગરના જ એક મુસ્લિમ શખ્સે અપહરણ કર્યાની આ યુવતીની માતાએ રજૂઆત કરી છે.
લવ જેહાદ જેવા આ કિસ્સાની વધુ વિગત મુજબ કંદોઈ વણિક પરિવાર થોડા સમય પહેલા પોતાના બહારગામ આવેલા ધાર્મિક સ્થાનકે દર્શનાર્થે ગયો હતો. આ વેળાએ તેઓએ ભાડે કરેલી મોટરમાં ડ્રાઈવર તરીકે બેડેશ્વરમાં કાપડ મીલની ચાલી નજીક રહેતો સાજીદ ઈકબાલ બ્લોચ નામનો શખ્સ આવ્યો હતો.
તે વેળાએ સાજીદે તે પરિવારની આ યુવતી પર નજર ઠેરવી તેણીનો અવારનવાર પીછો શરૃ કરી મોબાઈલ નંબર મેળવી લીધા હતા ત્યાર પછી સોશ્યલ મીડિયાથી સંપર્કમાં રહેતા આ શખ્સે તેણીની પજવણી શરૃ કરતા આ પરિવારે તે યુવતીને નોકરી મૂકાવી દીધી હતી તેમ છતાં આ યુવતીને નસાડી જવાની સાજીદ દ્વારા તજવીજ કરાતી હતી.
તે દરમ્યાન આ યુવતીને લલચાવી આઠેક મહિના પહેલા લગ્ન અંગેના કેટલાક કાગળોમાં સાજીદે સહી કરાવી સબ રજીસ્ટ્રાર કચેરીમાં તે કાગળો રજૂ કર્યા હતા જેની જાણ થતા યુવતીનો પરિવાર દોડયો હતો જ્યાં તેઓએ સમજાવટ કરતા આ યુવતીએ સાજીદ સાથે પોતે લગ્ન કરવા માગતી નથી તેવું લખી આપ્યું હતું તેમ છતાં આ યુવતીનું માઈન્ડ વોશ કરી ગઈ તા.૧૯ના દિને તેણીનું અપહરણ કરાયાની રજૂઆત કરવામાં આવી છે.
આ જ દિવસથી સાજીદ પણ ગુમ થયો હોય પોતાની પુત્રીને તાકીદે તેના સકંજામાંથી મુક્ત કરાવવા યુવતીની માતાએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતી અરજી કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,