ધ્રાગધ્રા શહેરના વોડઁ નંબર 5 વિસ્તારમા વધુ પડતી વસ્તી અનુસુચીતજાતીના લોકોની આવેલી છે ત્યારે તેઓ દ્વારા કેટલાય વષોઁથી એક જ સ્થળે રહીને પોતાનુ જીવન ગુજારતા હોય છે વસ્તી વધારાની સાથે પોતાનુ રહેણાંક મકાન તેજ સ્થિતમા રહેતા આ લોકો દ્વારા સરકાર પાસે મકાન અથવા જમીનની માંગ કરી છે.
જેમા આજે ધ્રાગધ્રા વોડઁ નંબર 5ના રહિશો દ્વારા ડે.કલેક્ટર પજ્ઞાબેન મોણપરા પાસે જઇ કેટલાક પ્રશ્નો મુદ્દે રજુવાત કરી હતી જેમા અનુસુચીતજાતિના લોકોને સરકાર દ્વારા પ્લોટ અથવા આવાસના મકાનો ફાળવી આપવા, તેઓના વોડઁમા સફાઇ તથા સ્વચ્છતા જાળવવી, સાથે આ વિસ્તાર ખુબજ સંવેદનશીલ હોવાથી એક પોલીસ ચોક તથા આરોગ્ય કેન્દ્રની માંગ કરી હતી જ્યારે વોડઁ નંબર 5ના મોટી સંખ્યામા રહિશો ડે.કલેક્ટર કચેરીએ પહોચી રુબરુમા લેખીત અપાયેલા પ્રશ્નો પર તાત્કાલિક વિચાર કરી કાયઁવાહી કરવા સામાજીક કાયઁકર શાંતિલાલ રાઠોડ દ્વારા જણાવાયુ હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com