પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એશોશીયન દ્વારા દ્વારકા કચેરીમાં ભાવ વધારાની માંગ સાથે અપાયુ આવેદન પત્ર….
પશ્રીમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા વિજને લગતા કામ માટે પ્રાઇવેટ એજેન્સી હાયર કરતા હોય છે. જે એજન્સીના લોકો વિજ લાઇન નાખવા ખાડા ખોદવા, થાંભલા ઉભા કરવા, વિજ દોરડા ફીટ કરવા, અકસ્માત સમયે નું રીપેરીંગ તથા વાવાઝોડા તથા વરસાદના સમયે રીપેરીંગ જેવા કામ કરતા હોય છે. જેના માટે પીજીવીસીએલ કંપની દ્વારા એક રકમ નક્કી કરેલ હોય છે.
પરંતુ આ નિર્ધારીત રકમ 2014 ની રકમ હોય, જે હાલ મોંધવારી વધતા તે રકમ માં કામ કરવુ મુશ્કેલ હોય તમામ કોન્ટ્રાક્ટરોએ ભેગા મળીને પીજીવીસીએવ કચેરીમાં બુલંદ નારા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુ છે. અને ભાવ વધારા ની માંગણી કરવામાં આવી છે. આ અગાઉ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવ વધારાની વિનંતી કરવામાં આવી હતી. પરંતુ કોઇ પણ જવાબ ન મિલતા આજ દ્વારકા જીલ્લાના કોન્ટ્રાક્ટરો એ ભેગા થઇ દ્વારકા પીજીવીસીએલ કચેરીમાં અધિકારીને લેખીત આવેદન આપવામાં આવ્યુ છે અને ભાવ વધારો કરવા જણાવાયુ અને જો તેમ કરવામાં નહી આવે તો તે.18.06.18 થી અચોક્કસ મુદત માટે તમામ કામો સ્થગિત કરવામાં આવશે. તેવુ પણ જણાવવામાં આવ્યુ છે.
પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર જણાવ્યુ હતું કે આ જે ભાવ અમોને આપવામાં આવે છે તે 2014 ના નિર્ધારીત કરેલા ભાવ છે. જે સમય જતા તેમા વધારો થયેલ નથી. હાલ મોંધવારીને ધ્યાને લેતા અમને જુના ભાવે કામ કરવુ પરવડે તેમ નથી. જેના અનુસંધાને અનેક વખતોવખત રજુઆત કરવામાં આવેલ છે. કોર્પોરેટ ઓફીસ પીજીવીસીએલ રાજકોટમાં પણ રજુઆતો કરવામાં આવી છે પરંતુ હાલ સુધી કોઇ સંતોષકારક ઉત્તર ન મલતા અમને આ કદમ ઉપાડવા મજબુર કર્યા છે.