ખેડૂતો ની દયનિય હાલત નાં પ્રશ્નને વહીવટી તંત્ર જાગૃત બને તેવા આશય સાથે લોકશાહી ઢબે ડુંગળી સહીત ની ખેત પેદાશો પી. એમ. કેર ફંડ માં જમા કરાવવા નાં પ્રતીકાત્મક કાર્યક્રમ ગુજરાત કિશાન કોંગ્રેસ નાં પ્રદેશ અધ્યક્ષ પાલભાઈ આંબલીયા અને કિશાન પ્રતિનિધિઓ રાજકોટ કલેકટર શ્રી સમક્ષ જાહેર કરીયો હતો.
આ કાર્યક્રમ નો હેતુ કિશાનો ની પારાવાર મુશ્કેલીઓ પ્રતિયે વહીવટી તંત્ર સવેન્દનશીલ બને અને કિશાનો ને યોગ્ય ન્યાય મળે તેવો આશય હોવા છતાં વહીવટી તંત્ર સરકાર નાં ઈશારે આ આગેવાનો પર જુદી જુદી કાયદા ની કલમો હેઠળ ગુના દાખલ કરાવી અટકાયત જ નહીં બેરહમી રીતે ઢોર મારા મારવામાં આવેલ.
જેના રાજ્ય ભર માં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મામલતદાર શ્રી વેરાવળ ને આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ વ્યક્ત કરી આવા હીન કૃત્ય વિરુદ્ધ જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરવામાં આવેલ.
આ કાર્યક્રમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલાલા નાં યુવા ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ. જિલ્લા કોંગ્રેસ મહામન્ત્રી હીરાભાઈ રામ. જિલ્લા કોંગ્રેસ મઁત્રી ભગુભાઈ વાળા. વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ બારડ જિલ્લા કોંગ્રેસ કિશાન સેલ નાં પ્રમુખ હિરેન બામરોટીયા સહીત નાં આગેવાનો ઉપસ્થિત રહીયા હતા.