સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત ભાઈઓને જણાવવાનું કે, બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તા.૧/૬/૨૦૧૮ થી તા.૩૦/૬/૨૦૧૮ સુધી ikhedut પોર્ટલ ખોલવામાં આવ્યુ છે.
જે ખેડૂત મિત્રોએ વર્ષ-૨૦૧૮-૧૯ માટે બાગાયત ખાતાની ટીશ્યુકલ્ચર ખારેકની ખેતી તથા ફળ પાક વાવેતરની સહાયલક્ષી યોજનાઓમાં ઓન લાઈન અરજી કરવાની હોય તેમણે જણાવેલ સમય મર્યાદામાં ઓન લાઈન અરજી ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર કરી શકાશે.
વધુમાં ઓન લાઈન અરજી ઈ-ધરા કેન્દ્ર, સાઈબર કાફે પરથી કરી શકશો. ઓન લાઈન અરજી થયા બાદ અરજીની નકલ, જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોકનં.-સી-૨૦૮, બીજો માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે પહોંચાડવા નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવાયું છે.