ધારાસભ્ય લલીત વસોયાની આગેવાનીમાં ખેડુતોની રજુઆત: પાક વીમો નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
કપાસ, મગફળી અને કઠોળનું વાવેતર કરનાર ખેડૂતોને પાકવીમો ચુકવવા બાબતે ધોરાજી-ઉપલેટા પંથકના ખેડુતોએ મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે.
આવેદનમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષમાં વરસાદ અનિયમિત અને ખુબ જ ઓછો થયેલ હતો. આ વર્ષે ઓછા વરસાદને લઈ રાજયમાં રાજકોટ જિલ્લામાં અછતગ્રસ્ત અને અર્ધ અછતગ્રસ્ત સ્થિતિથી રાજય સરકાર જાણકાર છે. સૌરાષ્ટ્રના ખેડુતોએ વાવેતર કરેલ કપાસ મગફળી અને કઠોળના વાવેતર જેનું ઉત્પાદન પુરતુ મળેલ નહી તેથી ખેડુતોને મોટું આર્થિક નુકસાન થયેલ રાજય સરકારના ખેતીવાડી અધિકારી અને વિમા કંપનીના અધિકારીઓ દ્વારા વાવેતર કરેલ મગફળી અને કપાસનું ક્રોપ કટીંગ કરેલ હતું અને આ ક્રોપ કટીંગના આધારે જે ખેડુતોએ પાક ધિરાણ સાથે ખેતીનો પાક વિમો લીધેલ તેવા ખેડુતોને મગફળીનો પાક વીમો આપવા અંગે આપ દ્વારા તમામ ખેડુતોને હકકનો પાક વિમો ચુકવાઈ જશે અને કોઈ ખેડુતોને અન્યાય થશે નહીં તેવો વિશ્ર્વાસ આશ્ર્વાસન જામકંડોરણા મુકામે યોજેલ સહકારી સંમેલનમાં કરેલ ખેડુતોને આપવામાં આવેલ. આમ ખેડુતોને પાક વિમાની જાહેરાત બાદ મગફળીનો પાક વિમો ચુકવી આપવામાં આવેલ છે.
મગફળીના પાક વિમાની ચુકવણી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતા કપાસના પાકવિમાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલ નથી. ચૂંટણીઓ દરમ્યાન આપના માધ્યમની ખેડુતોને કપાસનો પાકવિમો પણ મળશે. કોઈ ખેડુતો કપાસના પાક વિમાથી વંચિત નહીં રહે તેવા આશ્ર્વાસન આપના માધ્યમથી ઉચ્ચારવામાં આવેલ. ચૂંટણીઓ પુરી થઈ ગઈ છે અને નવી સહકારની રચના થઈ ગયેલ હોય કપાસનો પાક વીમો ખેડુતોને તાત્કાલિક મળે તે અંગે રાજય સરકાર દ્વારા અટવાયેલ કામગીરીને ગતિમાન કરીને ખેડુતોને કપાસનો સને ૨૦૧૬-૨૦૧૭નો પાક વિમો આપવા માટે કાર્યવાહી કરવા અમો ખેડુતો દ્વારા માંગ કરીએ છીએ. ખેડુતો ૨૦૧૬-૨૦૧૭ના નબળા વર્ષના લીધે આર્થિક સંકડામણ ભોગવવાનો સામનો કરી રહ્યા છે. ખેડુતો પાક વિમો મળે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ખેડુતો દ્વારા કપાસનો પાક વિમો મળે તે અંગે આવેદનપત્ર ધરણા અને માંગણી કરતા કાર્યક્રમો માંગણી માટે કરી રહ્યા છે છતાં હજુ સુધી પાક વિમો મળે તે અંગે સરકારે જાહેરાત કરી નથી. આથી ખેડુતો આક્રોશિત થયેલ છે અને ખેડુતો કપાસનો પાકવિમો મળે તે અંગે ઉગ્ર આંદોલન કરવા મકકમ છે. આ આવેદનપત્ર આપવામાંધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, ઉપપ્રમુખ કિશોરભાઈ ઝાલાવડિયા, કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા, નયનભાઈ જીવાણી, બાબુભાઈ ડેર, ચિખલીયાના ધર્મેન્દ્રસિંહ વાળા, રમણીકભાઈ લાડાણી, વલ્લભભાઈ મુરાણી, દિનેશભાઈ સોજીત્રા, ગઢાળાના સરપંચ નારણભાઈ આહિર, દિનેશભાઈ સોજીત્રા, મનોજભાઈ સોલંકી, રેખાબેન મકવાણા સહિત કોંગ્રેસના હોદેદારો, ખેડુત આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.