વર્ષ ૨૦૧૮-૧૯માં ઓછો વરસાદ થયો હોય તેવા ૫૧ દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં ખેતીના પાકોને થયેલ નુકસાન સંદર્ભે સરકાર દ્વારા સહાય આપવામાં આવનાર છે. અગાઉ આ સહાય માટે ખેડુતોએ કરવાની થતી અરજીની મુદત લંબાવીને તા.૧૫ કરવામાં આવી હતી ફરી એકવાર આ મુદત લંબાવીને તા.૩૧ કરવામાં આવી છે.
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં કોઈ અરજદાર અરજી કરવામાં બાકી ન રહી જાય તે માટે અરજીઓ ૩૧મી સુધી સ્વિકારવાનો સરકારે નિર્ણય લીધો છે. આ અંગે મહેસુલ વિભાગ દ્વારા અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, મોરબી અને દેવભૂમિ દ્વારકાના કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર મારફતે જાણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ જે ખેડુતોની અરજી આવી હતી તેઓ માટે સરકાર તરફથી અછતની સહાયના નાણા પણ વહિવટીતંત્રને મોકલી આપવામાં આવ્યા છે.