વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ હતી કે ખેડુત એકતા મંચ દ્વારા જે મુખ્ય મંત્રી ને પત્ર લખીને રજુઆત કરેલ તેને અનુમોદન આપીએ છીએ અને ખેડૂતો ના પાકમાં વધું પ્રમાણમાં વરસાદ થી જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે અને આપની કીશાન સહાય યોજના માં જે ૪૮ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ નોંધાય તો જ વળતર ને પાત્ર ગણાય તેમાં સુધારો કરવા બાબત અને ખેડૂતો ને તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા માં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કાંતિલાલ ટમાલીયા, વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ,દશુભા, તાલુકા પંચાયત સદસ્યો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.