કનેક્ટિવિટી ખોરવાઈ જવાથી ૧૦૦થી વધુ દસ્તાવેજોની કામગીરી અટવાઈ
મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં કનેક્ટિવિટી ખોરવાઈ જતા અરજદારોને હાલાકી પડી રહી છે. કનેક્ટિવિટી ખોરવાઈ જતા ૧૦૦ થી વધુ દસ્તાવેજોની કામગીરી અટવાઈ ગઈ છે. ત્યારે આ સમસ્યા તાત્કાલિક નિવારવાની માંગ ઉઠી છે.
મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઘણા સમયથી કનેક્ટિવિટીની સમસ્યા સર્જાય રહી છે. ત્યારે ફરી ગત શનિવારથી કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ હતી. કનેક્ટિવિટી ખોરવાઈ જવાથી કચેરીની રોજિંદી કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. ઉપરાંત અરજદારોને પણ પરેશાની વેઠવી પડે છે.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કનેક્ટિવિટી ખોરવાઈ જતા ૧૦૦થી વધુ દસ્તાવેજોની કામગીરી અટવાઈ ગઈ છે. તેથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.