સરકારી તાયફાઓમાં જ મોટાભાગનો સમય વ્યતિત કરતા ટીડીઓ
વિદ્યાર્થીઓનુ વેકેશન પુરૂ થવાના આરે છે ત્યારે વિવિધ શાળાઓમા એડમિશન લેવા માટે જાતીના અને આવકના દાખલાની ફરજીયાત જરૂર પડતી હોય છે.પરંતુ તાલુકા વિકાસ અધીકારી જ કચેરી ખાતેહાજર નહિહોવાથી અરજદારો ને ધરમના ધક્કા ખાવા પડે છે
સત્વરે આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની માંગણી છે.
હળવદ તાલુકા પંચાયત કચેરી ૭૧ ગામનો વહીવટ કરે છે. તાલુકા પંચાયત કચેરીમાં મોટા ભાગના ટેબલો કર્મચારીઓની ઘટ હોવાથી અરજદારો દ્વારા આવકના /જાતીના સહિતના દાખલા કઢાવવા આવતાં વિર્ધાથીઓ ને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાછુ “દાઝ્યા માથે ડામ” દેવાય તેમ દાખલામા
તાલુકા વિકાસ અધિકારીની સહિની જરૂર હોય છે. અને હવે જ્યારે વેકેશન ટુંકસમયમા પુરૂ થવાની આરે છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે દાખલાઓ કઢાવવા આવતાં હોય છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી સરકારી તાયફાઓમા મોટાભાગનો સમય વ્યતીત કરતાં અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
આ અંગે હળવદ તાલુકા કોંગ્રેસ મહામંત્રી ચતુરભાઈ ચરમારીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત કચેરીના મોટાભાગના ટેબલો ખાલી જ હોય છે અને આ બાબતે ટીડીઓને વારંવાર લેખિતમાં અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. જ્યારે હળવદ તાલુકામાંથી અરજદારો ૪૫ ડીગ્રી તાપમાનમાં દાખલાઓ કઢાવવા આવતા હોય છે પરંતુ અહીં તો અરજદારોને ધરમ નો ધક્કો જ થાય છે. સાથે એ પણ જણાવ્યું કે હળવદ પંચાયત કચેરીમા આવેલી બાંધકામ શાખાની ઓફિસમાં હાલમાં પણ તાળું લટકી રહ્યું છે અને લગભગ આજુબાજુના ગામડાઓની કામગીરી પુર્ણ થયાની ૫૦૦ જેટલી ફાયલો પેન્ડીંગ પડી છે જેનો સત્વરે યોગ્ય પગલાં લઈ નિકાલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com