એપલ આ મહિને એક બીજી ખાસ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આજે રાત્રે વન મોર થિંગ ઇવેન્ટ યોજાશે. જેમાં મેકબૂક એર અને મેકબૂક પ્રોનું લોન્ચિંગ થવાની શકયતા છે.
આ ઇવેન્ટ એપલ પાર્કથી સ્ટ્રીમ થશે. આ ઇવેન્ટ પણ ઓનલાઇન રહેશે. એપલ આ વિશેષ ઇવેન્ટનું નામ વન મોર થિંગ છે. આ ઇવેન્ટમાં કંપની એઆરએમ આધારિત મેકબૂક એર અને મેકબૂક પ્રો લોન્ચ કરશે. કંપનીએ આ અંગેની જાહેરાત કરી દીધી છે.
વન મોર થિંગ ફ્રેસનો પોતાનો અલગ ઇતિહાસ છે. તેનો ઉપયોગ એપલની મહત્વની ઇવેન્ટમાં કરવામાં આવ્યો છે. એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સે પણ ભૂતકાળમાં ઇવેન્ટને આશ્ચર્યજનક બનાવવા માટે વન મોર થિંગનો ઉપયોગ કર્યો હતો.
નોંધપાત્ર છે કે 2005 થી એપલ તેના કમ્પ્યુટર્સમાં ઇન્ટેલ પ્રોસેસરો આપે છે. પરંતુ કંપનીએ પહેલી વખત ઘર આંગણે પ્રોસેસર બનાવ્યા છે. જેનો ઉપયોગ આઇફોનમાં થાય છે, હવે આવી રીતે એપલ સિલિકોન ચિપ્સનો ઉપયોગ મેકબૂકમાં પણ કરવામાં આવશે.