જીઓ વર્લ્ડ ડ્રાઇવ મોલમાં એપલના સ્ટોરનું ટૂંક સમયમાં થશે ઉદ્ઘાટન : દિલ્હીમાં સ્ટોર ખોલવાની તૈયારી
ભારતના વિકાસમાં પગદંડો જમાવવા હવે એપલ પોતાનો પહેલો સ્ટોર મુંબઈમાં ખોલવા જઈ રહ્યું છે. ભારતની શરતોને આધીન એપલ મેઇક ઈન ઇન્ડિયામાં હાલ પોતાનો મહત્વનો ફાળો આપી રહ્યું છે. એપલ ભારતમાં તેનો પહેલો રિટેલ સ્ટોર મુંબઈમાં ખોલવાનું છે. જે જીઓ વર્લ્ડ ડ્રાઇવ મોલમાં ખુલવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુંબઈની પ્રતિષ્ઠિત કાલી પીલી ટેક્સી આર્ટથી પ્રેરિત પેઈન્ટિંગ્સ મુંબઈના એપલ સ્ટોરની દિવાલો પર બનાવવામાં આવશે. આ સિવાય એપલ બિકેસી ક્રિએટિવમાં એપલના ઘણા ઉત્પાદનો અને સેવાઓ પણ કોતરવામાં આવશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો જીઓ વર્લ્ડ ડ્રાઈવ મોલ 22,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. મુંબઈનો સ્ટોર પણ એપલના ન્યૂયોર્ક, બેઈજિંગ અને સિંગાપોરના સ્ટોર જેવો હશે. મુંબઈ ઉપરાંત દિલ્હીમાં પણ એપલ સ્ટોર ખુલશે. એપલનો નવી દિલ્હી સ્ટોર 10,000-12,000 ચોરસ ફૂટમાં હશે. દિલ્હીનો સ્ટોર સિટીવોક મોલ હશે અને આ સ્ટોરનું લોન્ચિંગ એપ્રિલથી જૂન વચ્ચે થશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ફોક્સકોને એરપોર્ડ બનાવવાનો ઓર્ડર મેળવ્યો છે. હવે ફોક્સકોન આ માટે ભારતમાં 200 મિલિયન ડોલર એટલે કે લગભગ 1,655 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ફોક્સકોન એ વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કોન્ટ્રાક્ટર છે, જે 70% આઇફોન બનાવે છે. હવે કંપનીને પહેલીવાર એરપોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. એરપોડ્સ સામાન્ય રીતે ચાઇનીઝ ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવે છે. ફોક્સકોન બનાવવા માટે તેલંગાણામાં પ્લાન્ટ સ્થાપશે.
એપલના સીઈઓ ટિમ કુક ભારતની મુલાકાતે આવશે, વડાપ્રધાન મોદીને પણ મળે તેવી શક્યતા
એપલમાં સીઈઓ ટિમ કૂક આ મહિને ભારત આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, કૂક તેમની મુલાકાત દરમિયાન મંત્રીઓ સાથે મેન્યુફેક્ચરિંગ ગ્રોથ અને નિકાસ જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. એપલના સીઈઓ ટિમ કૂકે 2016માં દેશની છેલ્લી મુલાકાત લીધી હતી. ક્યુપરટિનો, કેલિફોર્નિયામાં એપલનું હેડક્વાર્ટર હાલમાં કૂકના ભારત પ્રવાસના સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે અને તે મુજબ મુંબઈ સ્ટોરની લોન્ચિંગ તારીખ નક્કી કરવામાં આવશે.