ગેજેટ ડેસ્કઃ એપલ આગામી 12 સપ્ટેમ્બરે નવા આઇફોન્સ લોન્ચ કરી શકે છે. તે સિવાય 14 સપ્ટેમ્બરથી નવા આઇફોન્સથી પ્રી-ઓર્ડર શરૂ થશે. આ વર્ષે એપલ ત્રણ iPhone વેરિઅન્ટ લોન્ચ કરશે. ત્રણમાંથી બે આઇફોન OLED ડિસ્પ્લે સાથે આવી શકે છે. જ્યારે ત્રીજો ફોન LCD ડિસ્પ્લે સાથે આવશે.

અહેવાલ અનુસાર, એપલ નવા iPhonesનું વેચાણ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. એપલ આઇફોન LCD મોડલ અથવા iPhone 9 Plusમાં કંપની 6.1 ઇંચની ડિસ્પ્લે આપી શકે છે. તે સિવાય iPhone 9 Plusની સ્ક્રીન સાઇઝ 6.5 ઇંચ હોઇ શકે છે. જ્યારે નવા iPhone 9 Plus 2018 એડિશન 5.8 ઇંચની સ્ક્રીન સાથે લોન્ચ થઇ શકે છે. iPhone 9 અને iPhone 9 Plus નવા ફેસલોક આઇડી સાથે લોન્ચ થઇ શકે છે. અહેવાલો અનુસાર, કંપનીનો LCD સ્ક્રીનવાળો આઇફોન iPhone 8નું અપગ્રેડેડ વર્ઝન હોઇ શકે છે. આ ફોન સિંગલ રિઅર કેમેરા સાથે આવશે. આ ત્રણેય આઇફોન્સ નૉચ સ્ક્રીન સાથે લોન્ચ થશે.

ટ્રેન્ડ ફોર્સના અહેવાલો અનુસાર, Apple iPhone X Plus પહેલો એવું આઇફોન મોડલ હોઇ શકે છે જેમાં કંપની એપલ પેન્સિલ આપે. અહેવાલો અનુસાર, iPhone X 2018 અને iPhone X Plus બંને ફોન 64 જીબી, 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવી શકે છે.

અહેવાલ અનુસાર, નવા iPhone X 2018ની કિંમત 899 ડોલર (અંદાજે 63000 રૂપિયા) હોઇ શકે છે. જ્યારે iPhone X Plusની કિંમત 999 ડોલર (અંદાજે 70000 રૂપિયા) હોઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.