જો તમે આઇપેડના શોખીન છો તમારા માટે એક સારી ખબર છે. દિગ્ગજ કંપની એપ્પલ 30મી ઓક્ટોબરે નવા આઇપેડ અને મેક્સઓનનું લોન્ચિંગ કરવાની તૈયારી કરી રહી છે.
કંપની આ લોન્ચિંગ ન્યુયોર્ક શહેરના બ્રુકલિન એકડમી ઓફ મ્યુજિકમાં કરશે. હંમેશની જેમ, કંપનીએ આ વખતે પણ ઇન્વિટેશન સાથે એક ટીઝર અને ફોટો પ્રકાશિત કર્યો છે. થોડા સમય પહેલા કંપનીએ નવો આઇફોન અને એપ્પલ વોચનું લોન્ચિંગ કહ્યું હતું. આઇફોનના લોન્ચ પહેલા આ અપેક્ષા હતી કે એપ્પલ આ ઇવેન્ટમાં 2018 આઇપેડ અને ન્યુ મેકબુક એરનું પણ લોન્ચિંગ કરશે. પરંતુ એવું થયું નથી. જોકે બજાર પ્રતિભાવને જોતા હવે કંપની તેના ગ્રાહકો માટે નવા આઇપેડ અને મેક્સઓન લઇને આવી છે.
જોકે અત્યાર સુધી નવા આઇપેડ અને મેક્સઓનમાં કેવા ફિચર્સ હશે તે વિશે કોઈ માહિતી મળી નથી.પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની તેને આઇપેડ પ્રો 2018ની જેમ 2 સાઇઝમાં લોન્ચ કરી શકે છે.
થોડા સમય પહેલા એક ટેબલેટની અમુક માહિતીઓ જાહેર થઈ હતી.જેના મુજબ આના નાના બેજલ્સ અને ખૂણા વક્ર કરવામાં આવશે.આ સિવાય નવા આઇપેડમાં ફેસ આઇડી અને કોઈ હોમ બટન નહિં હોય. આ સિવાય તે ખૂબજ પાતળું હશે.માહિતી મુજબ એપ્પલે નવા મેકબુકમાં જૂના મેકબુકની સરખામણીએ કેટલાક સારા ફેરફાર કર્યા છે.આ સિવાય કંપની નવા આઇપેડમાં ગ્રાહકોને કેટલાક લેટેસ્ટ ફિચર્સની સુવિધા પણ આપશે.