અમેરિકન સ્માર્ટફોન કંપની એપલે સપ્ટેમ્બર 10 ના રોજ પોતાની સૌથી મોટી ઇવેન્ટ કેલિફોર્નિયામાં થઇ હતી. કંપનીએ Iphone 11 ,સાથે Iphone 11 Pro અને Iphone 11 Pro Max પણ લોન્ચ કર્યા છે. જાણો આ મોડલમાં શું ખાસ અને નવી ખાસિયતો…
એપલે નવી એપલ સીરીઝ 5 લોન્ચ
- એપલ સીરીઝ 5 વોચનું ઓન રેટિના ડિસ્પ્લે ક્યારેય બંધ નથી થતી
- આ વોચમાં લો પાવર ડિસ્પ્લે ડ્રાઇવર, એમ્બિયનટ લાઇટ સેન્સર અને 18 કલાકની બેટરી લાઇફ
- બિલ્ટ ઇન કમ્પસથી તમારી દિશા પણ જોઇ શકશો આઇફોનની જેમ મેપ જોઇ શકશો
- ઇમરજન્સી સર્વિસમાં ઇન્ટરનેશનલ ઇમરજન્સી કોલિંગ સર્વિસ શરુ કરી છે જેનાથી 150 દેશમાં કોલ કરી શકાશે.
- આ સ્વિમપ્રુફ છે ઇસીજી કરી શકે, એપલ પે જેવી સુવિધાથી સજ્જ છે
- સીરીઝ 5 જીપીએસ – 399 ડોલરમાં મળશે,સેલ્યુલર મોડલ 499 ડોલમાં મળશે
- સિરીઝ 3 પણ લાઇનમાં ચાલુ રહેશે. હવે તે જીપીએસ, હાર્ટ રેટ સેન્સર, સહિતની સુવિધા સાથે 199 ડોલરમાં મળશે
એપલના Iphone 11 ની ખાસિયતો
- Iphone 11 બે કલાક સુધી પાણીમાં રહેશે તો કંઇ નહીં થાય
એપલે આ ફોન માટે પર્પલ, વહાઇટ, યેલો, ગ્રીન, એકવાટીક રેડ જેવા કલર સાથે આ Iphone 11 લોચ કર્યો છે. - જેમાં 1 ઇન્ચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે છે અને ડોલ્બી એટમસથી વીડિયો જોતી વખતે થિયેટર જેવો સારાઊંડ સાઉન્ડ સાંભળવા મળશે
- એપલે ના Iphone 11ની ડ્યુઅલ કેમેરા સિસ્ટમમાં 12 MPનો એક વાઇડ કેમેરા અને બીજો 12 MPનો અલ્ટ્રાવાઇડ કેમેરો છે
- વાઇડ કેમેરા શોટ સાથે અલ્ટ્રાવાઇડ શોટ સાથે લઇ શકાશે
- વાઇડ શોટની અંદર બેકગ્રાઉન્ડમાં તમને બીજા કેમેરાની ફ્રેમ દેખાશે અને યુઝર બન્ને મોડની વચ્ચે સ્વીચ કરી શકશે,વાઇડ એંગલ કેમેરાથી તમે વાઇડ કેમેરા પોર્ટ્રેટ લઇ શકો છો
- વિડીયો રેકોડિંગમાં 4K વીડીયો, સ્લો મોશન, 60 ફ્રેમ પર સેકન્ડથી રેકોર્ડીંગથસે અને શટર બટનને ટેપ કરીને હોલ્ડ કરવાથી ક્વિક વીડિયો રેકોર્ડ થશે
- આ સ્માર્ટફોનમાં હાઇએસ્ટ ક્વોલોટી વિડિયો રેકોર્ડીંગ અને રિયલટાઇમ પ્રોસેસિંગથી હાઇ ક્વોલીટી તસવીરો મળશે અને તેમાં વાઇડ અને અલ્ટ્રા વાઇડ 2એક્સ ઝુમ અને 4K રેકોર્ડીંગની સુવિધા
આમાં સ્લોમોશનમાં સેલ્ફી લઇ શકાશે
- કંપનીએ ફ્રન્ટમાં 12 MP કેમેરા આપ્યો છે જેનાથી સ્લોમોશનમાં સેલ્ફી લઇ શકાશે
એપલે તેને સ્લોફી નામ આપ્યું છે - આઇફોનમાં એ13 બાયોનિક ચીપ છે જે અત્યારે સૌથી ફાસ્ટ ચીપ છે.
- ગ્રાફિક્સના જીપીયુ પર્ફોર્મન્સમાં પણ તે ફાસ્ટેસ્ટ જીપીયુ છે
ત્રણ કેમેરા સાથે Iphone 11 Pro અને Iphone 11 Pro Max લોન્ચ
Iphone 11 Pro અને Iphone 11 Pro Max સ્ક્રીન સાઇઝ
- Iphone 11 Pro- 5.8 ઇન્ચ
- Iphone 11 Pro Max- 6.5 ઇન્ચ
આ બન્ને ફોનમાં ટ્રિપલ કેમેરા સિસ્ટમ છે
- વાઇડ કેમેરા- 12 MP
- ટેલિફોટો કેમેરા- 12 MP
- અલ્ટ્રાવાઇડ કેમેરા- 12 MP- 120 ડીગ્રી ફિલ્ડ વ્યૂ
- આ કેમેરા સિસ્ટમમાં વિડીયો રેકોડિંગ માટે તમે એક સાથે 3 ઉપયોગ કરી શકો છો.
- ફાસ્ટ ચાર્જ એડેપ્ટરથી તમે ફાસ્ટ ચાર્જીંગ કરી શકશો
- A13 બાયોનિક ચિપ્સ
- ચાર કલાક વધારે બેટરી, મજબૂત ગ્લાસ
- બન્ને ફોનની કિમત
- Pro- 999 ડોલર
- Pro Max- 1099 ડોલર
- 20 સપ્ટેમ્બરથી મળશે, પ્રિઓર્ડર કરી શકાય
એપલનું 10.2 ઇન્ચનું નવું આઇપેડ લોન્ચ, કિંમત 329 ડોલર
- આ આઇપેડ એન્ટ્રી લેવલના 7 ઇન્ચના આઇપેડની જગ્યા લેશે આ સાતમી જનરેશનના આ
- આઇપેડમાં ફુલ સાઇઝ સ્માર્ટ કિબોર્ડ છે
- ફર્સ્ટ જનરેશન એપલ પેન્સિલ તેમાં ઉપલબ્ધ છે અને તેમાં એપલેની A10 ફ્યુઝન ચીપ છે જેનાથી તમે મલ્ટી ટાસ્કિંગ ખૂબ સરળ થશે
- ફોટો નીચેથી જ સ્વાઇપ કરીને બીજા ફોટો એડ કરી શકાય છે
- ફ્લોટીંગ કિબોર્ડથી સ્ક્રીન પર સરળતાથી ટાઇપ કરી શકાય છે
એપલ આર્કેડ લોન્ચ
- એપલે ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ લોન્ચ કરી છે. તેમાં અલગ અલગ હાઇ ક્વોલિટી ગેમની મજા માણી શકાય છે.
- કંપનીએ તેનું ભાડુ 99 ડોલર પ્રતિ મહિનો રાખ્યું છે.પહેલો મહિનો યુઝરને ફ્રી ટ્રાયલ આપવામાં આવશે.
- એપલે એપલ ટીવી પ્લસની જાહેરાત પણ કરી હતી. આ સર્વિસમાં ટીવી કન્ટેન્ટ યુઝર્સને મળશે.
એપલ ટીવી પ્લસ લોન્ચ
- મુવી , કોમેડી, ડ્રામા, ક્વીઝ શો જેવા એમેઝોન અને નેટફ્લિક્સના પ્લેટફોર્મની જેમ એપલે એપલ ટીવી પ્લસ સર્વિસ લોન્ચ કરી છે.
- 1 નવેમ્બરથી 100 દેશમાં આ સેવા મળશે. તેનું માસિક ભાડુ 99 ડોલર છે. ટીમ કૂકે જણાવ્યું કે જો તમે અત્યારે આઇફોન કે આઇપેડ ખરીદશો તો એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે.
- એપલ પ્લસની એપ્લીકેશન તમારી સ્ક્રીન પર હશે જેમાંથી તમે આ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો.