આઇકોન અને આઇપેડસમાં ઘણા ફેરફાર જોવા મળશે: નવું ટેબ પણ લોન્ચ કર્યુ

એપલે ડબલ્યુ.ડબલ્યુ.ડી.સી. કોન્ફરન્સ ૨૦૧૮માં સોમવારે આઇફોન અને આઇપેડસ માટે નવા મોટા અપડેટ આઇ.ઓ.એસ. ૧ર ને લોન્ચ કર્યુ. આ આઇઓએસ ૧રના લોન્ચની સાથે જ હવે એપલની મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસથી ચાલતા આઇફોન અને આઇપેડસમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળશે.

એપલના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ ક્રેગએ આઇઓએસ ૧ર ને સોમવારે લોન્ચ કર્યુ. સાથે જ તેમણે કહ્યું કે, એપલના કરન્ટ વર્ઝન આઇઓએસ, આઇઓએસ ૧૧ પર હજુ પણ ઓછામાં ઓછયા ૮૧ ટકા ડિવાઇસ ચાલે છે. જયારે કે એન્ડ્રોઇડ પર માત્ર ૬ ટકા ડિવાઇસ જ ચાલે છે. તે સાથે જ તેમણે જણાવ્યું કે આઇઓએસ ૧ર થી એપલના ફોન એકસપીરિન્સ અને પરફોર્મન્સના મામલામાં વધુ સારા થઇ જશે. હાલમાં જે પણ આઇકોન અને આઇપેડસ આઇઓએસ ૧૧ પર ચાલી રહ્યા છે. તેના સુધી ટૂંક સમયમાં જ આઇઓએસ ૧ર પહોંચી જશે તે સાથે જ આઇઓએસ ૧ર થી એલ લોન્ચ ટાઇમને પણ ઝડપી કરવામાં મદદ મળશે.

આ ઇવેન્ટ દરમિયાન એપલે એક ફોર યુ નામનું એક નવું ટેબ પણ લોન્ચ કર્યુ છે. તો એપલના સિરી વર્ચુઅલ આસિસ્ટન્ટમાં પણ આઇઓએસ ૧ર ની સાથે નવા ફીચર્સ અને અપડેટ જોવા મળશે. હવે સિરીમાં યુઝર્સને શોર્ટકટ નું ફીચર મળશે. જેનાથી એપ્સ જલદી ખુલશે. એપલની ઘણી બીજી એપ્સ જેમ કે ન્યુઝ એપ સ્ટોક એપમાં પણ અપડેટસ કરવામાં આવ્યા છે. આઇઓએસ ૧રની સાથે વોઇસ મેમો ફીચર પણ હવે આઇપેડસની સાથે જોડવામાં આવશે. એટલે ફેસટાઇમમાં પણ એક મોટો ફેરફાર કર્યો છે. હવે ફેસ ટાઇમ દ્વારા એક સમયે ૩ર લોકો એકસાથે જોડાઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.