આખરે આઈફોનની ત્રણ નવી સિરીઝ લોન્ચ જાણે કિંમતો અને ફિચર્સ
જેની કેટલાય સમયથી વાટ જોવાઈ રહી હતી તેવા આઈફોનના ત્રણ નવા મોડેલ આઈફોન સિરિઝ લોન્ચ કરવામાં આવી છે. જે રીતે માનવામાં આવતું હતુ તેવી નવી આઈફોન સિરિઝમાં આઈફોન એકસ એસ, એકસએસ મેકસ, અને આઈફોન એકસઆર સામેલ છે. ત્રણેય ફોન પૈકી એકસઆર સસ્તો છે. આ ઉપરાંત એપલે વોચ ૪ પણ લોન્ચ કરી છે. આઈફોન એકસએસમાં ૫.૮ ઈંચની સુપર રેટીના ઓએલઈડી ડિસ્પ્લે સ્ક્રીન ડેન્સિટી ૪૫૮ પીપીઆઈ છે.
આઈકોન ૬૦ ટકા વધુ ડાયનેમીક રેન્જ સાથે આવ્યો છે. નવા આઈફોન એકસએસમાં ૬.૫ ઈંચની ડિસ્પ્લે ૩ડી ટચ અને ટેપ ટુ અવેક જેવા ફિચર્સ રહેશે આ બંને ફોનમાં એ.૧૨ બાયોનીક ચિપમાં મશીન બનીંગ ફીચર્સ આપવામા આવે જેનાથી યુઝરો ફેસ કોલ દરમ્યાન પણ એનિમોજી બનાવી શકે છે.
કંપનીનો દાવો છે કે ફોનમાં સૌથી સૂરક્ષીત ફેસ રેકોગ્નાઝેશન ફિચર્સ આપવામાં આવ્યા છે. એ ૧૨ બાયોનીક પ્રોપેસર ૭ નેનો મીટરની ચીપ સાથે લેસ પણ છે. ન્યુ આઈફોન્સમાં ન્યુ ગોલ્ડ ફિનિશીંગ ટચ આપવામા આવ્યો છે. કનેકટીવીટી માટે બ્લુટુથ ૫.૦ વર્ઝન, ગાગાબીટ કલાસ વાયરલેસ ચાર્જીંગ જેવા ફિચર્સ છે.
એપલે આ ઈવેન્ટમાં પોતાની વોચ સીરીઝના નેકસ્ટ મોડલ એપલ વોચ ૪ પણ લોન્ચ કરી છે. એપલની આ નવી ઘડીયાલ હાઈટેક અને સ્માર્ટ ફિચર્સ સાથે આવી છે. આઈફોનના નવા મોડલની કિંમત ભારતમાં આશરે એક લાખની હોઈ શકે છે.