સામગ્રી
2 સફરજન (છાલ ઉતારીનેપાતળી ચીપ્સમાં કટ કરેલાં)
3 કપ મેંદો
2 ચમચી ખાંડ
2 ચમચી તેલ
1 કપ પાણી
¼ ચમચી લીંબુનો રસ
¼ ચમચી ઇલાયચી પાવડર
સજાવટ માટે
½ વાટકી કાજૂ
ગુલાબની પાંદડીઓ
બનાવવાની રીત
¼ ગરમ પાણીમાં ખાંડ એડ કરીને તેને પીગળવા દો. ત્યાર બાદ પાંચ મિનિટ માટે તેને અલગ રાખો. હવે એક વાસણમાં મેંદો, તેલના થોડા ટિપ્પા અને તૈયાર ખાંડનું પાણી બનાવીને બેટર બનાવો. ચાશણી માટે ખાંડ અને પાણી ઉકાળો. પહેલો ઉભરો આવી જાય એટલે આંચ ધીમી કરી દો. હવે તેમાં લીંબુનો રસ, ઇલાયચી પાવડર ભેળવીને આઠ મિનિટ માટે તેને ઉકાળો અને તાર બનવાની રાહ જોવો.
હવે એક ઉંડી પેનમાં તેલ ગરમ કરો. એપલના ટૂંકડાને તૈયાર મેંદાના મિશ્રણમાં ડિપ કરો અને તેલમાં એડ કરો અને ધીમા ગેસે બ્રાઉન કલરની થવા દો. તળેલી ઝલેબીને એકથી બે મિનિટ માટે ચાશણીમાં નાખી અને નિકાળી લો. પ્લેટમાં તૈયાર જલેબીને કટ કરેલા કાજુ અને ગુલાબની પત્તિઓથી સજાવી લો.