વર્ષનો પહેલો Apple ઇવેન્ટ આ મહિનામાં યોજાઈ શકે છે. સામાન્ય રીતે આ પ્રકારીને ઈવેન્ટોને કંપની Special Event કહી રહી છે. Appleની Special Event 23 માર્ચે યોજાઈ શકે છે. Appleના ફેન્સ હંમેશા એપ્પલ ઇવેન્ટમાં કેટલાક નવા પ્રોડક્ટ્સની રાહ જોતા હોય છે.
આ Apple ઈવેન્ટમાં એવુ તે શું બનવાનું છે તેના વીશે જાણીએ.એક વાત લગભગ નિશ્ચિત છે કે, આ ઈવેન્ટમાં iPhoneનાં કોઈપણ મોડેલ લોન્ચ થવાની આશા ખૂબ જ ઓછી છે. જો આવું થાય, તો તે ખરેખર આશ્ચર્યજનક હશે. પરંતુ કેટલાક હાર્ડવેર પ્રોડક્ટ્સ આ દિવસે જરૂર લોન્ચ થશે.
Appleના આ Special Eventમાં AirTags લોંચ થઇ શકે છે. જોકે તેને કંપનીએ પાછલા ઈવેન્ટમાં જ લોન્ચ કરવાની હતી, પરંતુ એવું થયું નહી. AirTagsની સાથે આ ઈવેન્ટમાં નવા iPad Pro પણ જોવા મળી શકે છે.
જોકે Apple હજુ સુધી ઈવેન્ટ વીશે વધુ કાઈ જણાવ્યું નથી. સામાન્ય રીતે આ ઈવેન્ટના એઠવાડિયા પહેલા કંપનીએ તેની માહિતી આપી છે. પરંતુ બે પ્રકારની રિપોર્ટ્સ આવી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે ઈવેન્ટ 16માર્ચે યોજાશે, બીજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈવેન્ટ 23 માર્ચે યોજાશે.જોકે, 23 માર્ચે યોજાનાર ઈવેન્ટ વીશે અત્યાર સુધીમાં વધુ પબ્લિકેશન્સે રિપોર્ટ કરી છે અને તેના વીશે ટિપ્સ્ટરે પણ જણાવ્યું છે.
Apple AirTags શું છે?
AirTagsના લોન્ચ થવાની વધુ સંભાવના છે. AirTags નાનું ડિવાઈસ હશે જેની સાઈઝ સિક્કા જેટલું હશે. આ એપ્પલ ડિવાઈસ ટ્રેક કરવામાં આવી શકે છે. એપ્પલના ફીચર Find myને આને સિંક કરવામાં આવશે. આ એક્સેસરી યૂઝર્સ પોતાના એપ્પલ ડિવાઈસની સાથે અટેચ કરી શકશો અને ટ્રેક કરી શકશો. જો ઘરમાં ક્યાંક ખોવાઈ તાય તો તેને ટ્રેક કરવું સરળ બનશે. સેમસંગે હાલમાં જ આવા ડિવાઇસ લોન્ચ કર્યા છે. રિપોર્ટ અનુસાર કંપની 11 ઈંચ અને 12.9 ઈંચના iPad Pro લોન્ચ કરી શકે છે. ડિઝાઈનની વાત કરીએ કોઈ બદલાવ જોવા મળશે નહીં