એક વર્ષથી ટ્રાઈના સુચનની અવગણના કરતા ‘ટ્રાઈ’ એ ‘એપલ’ને ગ્રાહક વિરોધી ગણાવ્યું
ટેલીકોમ ઈન્ડસ્ટ્રીના રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા આઈફોન બનાવતી ‘એપલ’ કંપની દ્વારા વણજોઈતા ફોન અને મેસેજ અટકાવવા માટેના ફિચરની સુવિધા ન ફાળવતા નારાજગી દર્શાવવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે છેલ્લા એક વર્ષથી સુચન કર્યા છતા પ્રશ્ર્નનો ઉકેલ નહી આવતા ટ્રાઈના ચેરમેન શર્મા ગમે ત્યારે અમેરિકન કંપની પર વાર કરવાની તૈયારીમાં છે. તેમણે જણાવ્યું હતું કે, જયારે ‘ગુગલ’ એન્ડ્રોઈડમાં ‘ડુ નોટ ડીસ્ટર્બ’નો એપ તરીકે સમાવી શકતું હોય ત્યારે ‘એપલ’ દ્વારા માત્ર ચર્ચા જ કરવામાં આવે છે પણ કશુ જ અમલમાં મુકવામાં આવતું નથી.
ટ્રાઈ દ્વારા ગત વર્ષે જૂનમાં ‘ડી.એન.ડી’ એપને સમાવી વણજોઈતા કોલ્સ અને મેસેજને દુર કરવાની સુવિધાને સમાવવા માટે જણાવવામાં આવ્યું હતું. આ એપ્લીકેશન દ્વારા વણજોઈતા ફોનકોલ્સ અને મેસેજની માહિતીને વ્યકિતગત રીતે ફોનમાં દુર કરવા માટે સુવિધાનો સમાવેશ કરી ગ્રાહકો અને વપરાશકારોને તેમાંથી મુકિત અપાવવા માટે સુચન કરવામાં આવ્યા છતા એપલ દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવ્યા ન હતા.
એપલ દ્વારા તેની સુવિધા માટેના ડીવાઈસ મેકરને આ સુવિધાનો સમાવેશ કરવા સુચવવામાં નથી આવતું તેજ બતાવે છે કે એપલ વપરાશકારોને પોતાની માહિતી શેર કરી રહ્યું છે અને તેમાં ફેરફાર ન કરવા માટે વલણ દર્શાવી રહ્યું છે. તો પછી જો ગ્રાહક દ્વારા લોન મેળવવા નાણાકીય માહિતી જોઈતી હોય તો તેને કેમ મંજુરી નથી આપી રહ્યું એવું શર્માએ વધુમાં ઉમેર્યું હતું. આ તમામ બાબતોના પ્રશ્ર્નો એપલને પુછવામાં આવ્યા છે અને મોકલવામાં આવ્યા છે પણ એપલ દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો નથી. જયારે કંપનીએ આ બાબતના નિયમોને સમાવવા માટે ધ્યાન દેવાની જ‚ર છે ત્યારે તે ધ્યાન નથી આપી રહ્યું તેમજ દર્શાવે છે કે તેને ગ્રાહકો શું ઈચ્છે છે ? તેની પરવા નથી.
એપલ ગ્રાહક વિરોધી છે અને ગ્રાહકની કોઈ ચિંતા નથી. જયારે ગ્રાહકો આવા વાગજોઈતા ફોન અને એસએમએસ નથી ઈચ્છી રહ્યા તો તેના વિશે એપલ કેમ વિચારી રહ્યું નથી એમ શર્માએ નારાજગી દર્શાવી હતી.