આ સ્કીમ હેઠળ 14,800 કરોડના મોબાઈલના નિકાસ થવાની શક્યતા
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દરેક ક્ષેત્ર અને દરેક પ્રકારે મદદ કરી રહ્યું છે ત્યારે ટેલિકોમ ક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્રમાં પણ સરકાર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે ભારત સરકારે પીએલઆઈ સ્કીમ હેઠળ અનેકવિધ લાભો મોબાઈલ ઉત્પાદક કંપનીઓને આપ્યા છે . ત્યારે આ સ્કીમ હેઠળ એપલ, સેમસંગ બંને 37 હજાર કરોડ મોબાઈલ ઉત્પાદન કરશે. જ્યારે 14800 કરોડ મોબાઈલના નિકાસ કરવામાં આવશે.
વૈશ્વિક મોબાઈલ ઉત્પાદક કંપનીઓ હવે ભારતમાં પોતાના યુનિટો થાતી કરવા માટે મહેનત કરી રહ્યા છે એટલું જ નહીં તેઓ પોતાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે નિર્ધારિત પગલાંઓ પણ લઈ રહયા છે. તમામ ઉત્પાદકોનું માનવું છે કે તેઓ દર વર્ષે તેમના આંકડામાં વધારો કરવા માં સતત મહેનત કરી રહ્યા છે. પી.એલ.આઈ યોજના અમલી બનાવવા પાછળનો સરકારનો સૌથી મોટો હેતુ એ છે કે ઉત્પાદન ક્ષેત્રે જે તમામ જરૂરી ચીજવસ્તુઓ છે તે ભારત દેશમાં બને નહીં કે ચાઇનાથી તેનો ઈમ્પોર્ટ કરવા માં આવે.
બીજી તરફ સરકારે એ વાતની પણ જાહેરાત કરી છે કે જે મોબાઇલ ઉત્પાદક કંપનીઓ આ સ્કીમનો લાભ લેવા માંગતી હોય તે તમામ આંતરરાષ્ટ્રીય કંપનીઓ એ તેમનું ઉત્પાદન યુનિટ ભારત દેશમાં સ્થાપિત કરવું અનિવાર્ય છે જેથી તેઓ આ સ્કીમનો લાભ મેળવી શકે સામે રોજગારીની પણ તકો ઉદ્ભવીત થાય. આ તમામ મોબાઇલ ઉત્પાદક કંપનીઓ માટે ભારત વિશાળ માર્કેટ છે જેથી તેઓ ભારતને નજર અંદાજ કરી શકે નહીં ત્યારે સરકારની આ યોજનાનો લાભ લેવા માટે અનેક કંપનીઓ પોતાના ઉત્પાદન યુનિટો ભારતમાં સ્થાપિત કરવા લાગ્યા છે.