હાલ જેઓ સ્વામીનારાયણ ગુરુકુલ એસજીવીપી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલમાં આયુર્વેદ વિભાગમાં ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યા છે.
તેમજ છેલ્લા ર૭ વર્ષ દરમ્યાન જેઓએ ૩૦,૦૦૦ ઉપરાંત કેન્સરના દર્દીઓને તપાસ તેમની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તેવી સારવાર કરી છે. જેનાથી કેટલાક કેન્સરના રોગો નાબુદ કર્યા છે. એવા વૈદરાજ તપનકુમારને કેન્દ્ર સકારા એકસલેન્સ ઓફ આયુર્વેદ કિલનીકસ પ્રેકટીસીસ એવોર્ડથી સન્માનીત કરેલ છે.
જે નેશનલ કક્ષાનો આયુર્વેદનો એવોર્ડ છે. આયુર્વેદ ક્ષેત્રનો આ એવોર્ડ ખુબજ સન્માનીય છે આને કારણે વૈજ્ઞાનિક ઢબે આયુર્વેદ ક્ષેત્રે સંશોધન જેનો લાભ સમગ્ર સમાજને અને માનવ જાતને થશે. વૈદરાજ તપનકુમારને આ એવોર્ડ મળવાથી એસજીવીપી ગુરુકુલ ગૌરવ અનુભવે છે.
મેમનગર સ્વામીનારાયણ ગુરુકુલમાં યોજાયેલ એક સભામાં વૈદરાજ તપનકુમારને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ શાલ ઓઢાડી હાર પહેરાવી સન્માન કર્યુ ત્યારે ઉ૫સ્થિત હરિભકતો તથા ગુરુકુલના ૫૦૦ વિઘાર્થીઓએ તાળીઓના ગડગડાટ સાથે અભિનંદન આપ્યા હતા.
ઓસ્ટ્રેલીયા સત્સંગ પ્રચારર્થે વિચરણ કરી રહેલા શા. માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલીફોન દ્વારા વૈધરાજ તપનકુમારને શુભાશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે વૈદરાજ પ્રવિણભાઇ હિરપરા તથા અન્ય દૈવરાજો ઉ૫સ્થિત રહ્યા હતા.