જી.આઈ.ડી.સી ઉદ્યોગની જગ્યાએ કોમ્પ્લેક્ષમાં વેલ્ડીંગથી દુરઘટના સર્જાવાની શકયતા
ગોંડલ શહેરમાં કૈલાસ કોમ્પ્લેક્ષ માં ડેવલોપર્સ વેચાણ ની સ્પષ્ટ શરત અનુસાર દુકાન દારે ગેરેજ,હોટલ,હેવી મશીનરી, વેલ્ડીંગ, ફેબ્રિકેશન, સહિત નાં કોમ્પ્લેક્ષ માં નુક્શાન થતા ધંધા ઓ કરવા નહીં જેમનું ઉલ્લંઘન કરીને પાર્કિંગ ની જગ્યા ઉપર દબાણ કરી ને ફેકટરી એકટ નો ચળેચોક ભંગ કરી ઇન્ડસ્ટ્રીયલ ને લગતા કામો કરતા હોવાથી ગમે ત્યારે આગ લાગવાની શકયતા ને લઈને અન્ય વેપારી દ્વારા જિલ્લા કલેક્ટર ,પોલ્યુશન વિભાગ સહિત નાં ને લેખિતમાં રજૂઆત કરી જી.આઈ. ડી.સી.માં સ્થળાંતર કરવા અંગે અરજી થવા પામી છે.
કોમોર્સયલ કૈલાસ કોમ્પ્લેક્ષ “ઇ” વિભાગ માં આવેલ ભોલેનાથ ફેબ્રિકેશન તેમજ શામ ટીન વર્કસ દ્વારા જી.આઈ. ડી.સી.ઉદ્યોગ ને લગતા વેલ્ડીંગ ફેબ્રિકેશન અને હેવી લોખંડ ની મશીનરી નો ઉપયોગ થી ન્યુશન્સ તેમજ વેલ્ડીંગ થી આગ લાગવાની શકયતા ઓ અંગે વાંધા અરજી કરેલ છે વધુ માં જણાવ્યું છે કે કૈલાસ કોમ્પ્લેક્ષ માં મોટા ભાગે કાપડના વેપારીઓ મોલ ચલાવી ને ધંધા રોજગાર કરતા હોય જ્યારે કોમ્પ્લેક્ષ માં વેચાણ દુકાન વખતે ડેવલોપર્સ વેચાણ ની સ્પષ્ટ સરતો નો ઉલ્લેખ કરીને અવાજ ,પ્રદુષણ , ગેરેજ, હેવી મશીનરી, ફેબ્રિકેશન, વેલ્ડીંગ, સહીત નાં પ્રદુષણ થાય કે ન્યુશન થાય તેવા અને કોમ્પ્લેક્ષ ને નુકશાન પહોંચાડે તેવા ધંધા ઓ કરવા નહીં પરંતુ ઉપરોક્ત દુકાનો દ્વારા મોટા પાયે વેલ્ડીંગ, ફેબ્રિકેશન જેવા હેવી કામો પાર્કિંગ ની જગ્યાએ કરતા હોવાથી આગ લાગવા ની શકાયતાઓ સેવાઇ રહી છે ભૂતકાળમાં આવા કામો નાં લીધે ત્રણ એક વ્યક્તિને મોટી ઇજાઓ પણ થવા પામી છે.ત્યારે દાદાગીરી પૂર્વક વચ્ચોવચ આડશો ઉભા કરી ને અડચણો કરતા હોય છે તેમને કારણે કોમ્પ્લેક્ષ ની પાર્કિંગ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. વેલ્ડીંગ નાં કારણે તેમજ હેવી મશીનરી નાં ઉપયોગ થી વાઈબ્રેશન ઘોઘાટ પ્રદુષણ ફેલાય છે જેમને લઈને આવનારા ગ્રાહકો નાં હેલ્થ ઉપર માઠી અશર થાય છે કૈલાસ કોમ્પ્લેક્ષ માં કપડાં ના શો રૂમો માં કરોડો રૂપિયા નો માલ હોય વેલ્ડીંગ ના કારણે આગ લાગવાની શકયતા ઓ હોયતેમજ પાર્કિંગ માં વાહનો માં આગ લાગવાની શકયતા ઓ રહે છે ઉપરાંત માનવ જીવન ને મોટું જોખમ હોવાથી તાત્કાલિક ધોરણે જી. આઈ. ડી. સી. કે અન્ય ઔદ્યોગિક જગ્યાએ સ્થળાંતર કરવા કપડાં નાં મોલ માલીકે સલીમ શેખાણી એ લાગતા વળગતા ને લેખિતમાં રજુઆત કરી માંગ કરી છે.