રાજકોટ શહેરમાં છેલ્લા ૩૩ વર્ષથી સતત અને સક્રિય રીતે એઇડસ નિયંત્રણ અને પ્રિવેન્સન કાર્ય પ્રોજેકટ ચલાવતી એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા ૧લી ડિસેમ્બર વિશ્ર્વ એઇડસ દિવસ ઉજવણી સંદર્ભે તા.ર૮ નવે થી ૩૧મી માર્ચ સુધી વિવિધ આયોજન યોજવામાં આવેલ છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે કોવિડ-૧૯ અને એચ.આઇ.વી. બન્ને ને સાથે સાંકળીને સમગ્ર આયોજન યોજાયેલ છે.
સમગ્ર આયોજન સંભાળતા અને એઇડસ સામેની લડત લડતા વન મેન આર્મી અરૂણ દવે એ કાર્યક્રમની વિગતો જણાવતા ર૮મીએ પંચશીલ સ્કુલ ખાતે શનિવારે સવારે ૧૦ વાગે કેન્ડલ લાઇટની વિશાળ રેડ રિબન બનાવાશે. તા.૩૦મી સોમવારે વિરાણી સ્કુલમાં ધો. ૧૦-૧ર ના છાત્રો માટે ઓનલાઇન વેબિનાર તથા પ્રશ્ર્નોતરી યોજાશે. ૧લી ડિસે. સવારે ૧૦ વાગે વિરાણી સ્કુલ ખાતે વિશાળ રેડરિબન બનાવાશે. આજ દિવસે સ્વામી નારાયણ મંદિર કાલાવડ રોડ ખાતેથી લાલ ફુગ્ગાની વિશાળ રેડ રિબન બનાવીને સ્કાય ફલાય કરીને કોરોના અને એઇડસને બાય બાય કરાશે. તા.ર ને બુધવારે જી.ટી. શેઠ સ્કુલ કે.કે. વી. ચોક ખાતે લાલા કપડાની વિશાળ ર૦૦૦ ફુટની રેડ રિબન બનાવાશે. આ વર્ષે સમગ્ર આયોજનમાં શાળા પરિવાર જોડાશે.
૧લી ડિસેમ્બર વિશ્ર્વ એઇડસ દિવસે ડી.ઇ.ઓ. કચેરીના સહયોગથી શહેર જીલ્લાની તમામ શાળાઓ સવારે પોતાની શાળામાં રેડ રિબન બનાવાશે., જેમાં સ્વનિર્ભર શાળા એસો. નગર પ્રા. શિક્ષણ સમિતિ જોડાશે. વિશ્ર્વ એઇડસ દિવસે તમામ સરકારી કર્મચારીઓ રેડરિબન પહેરીને જન જાગૃતિ પ્રસરાવશે. રાજકોટ મ.ન.પા. આરોગ્ય શાખા દ્વારા પણ એઇડસ જન જાગૃતિઆજ દિવસે પ્રસરાવશે.
એઇડસ મોબાઇલ હેલ્પલાઇન ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર ટુંકા જવાબો અપાશે. કોર્મશિયલ સેકસ વર્કરો માટે પણ વિશેષ તબીબી કેર સપોર્ટ યોજાયો છે. સતત ત્રણ માસ સુધી યુવાનો માટે વિવિધ સ્પર્ધામાં ચિત્ર-સ્પર્ધા સ્લોગ્ન સ્પર્ધા જેવી હરિફાઇ યોજાશે. કોલેજ છાત્રો માટે વેબિનાર પણ યોજાયા છે. જીલ્લા શિક્ષણ તાલિમ ભવનના તાલીમાર્થીઓ પણ જોડાશે.
સમગ્ર આયોજનમાં સંસ્થાના અરૂણ દવે, સેક્રેટરી વિશાલ કમાણીની રાહબરીમાં વકીંગ કમીટી આયોજન સંભાળી રહ્યા છે. જીલ્લા વહીવટી તંત્ર, ડી.ઇ.ઓ. કચેરી નગર પ્રા. શિ. સમિતિ મ.ન.પા. આરોગ્ય શાખા, સ્વનિર્ભર શાળા એસો. સાથે વિવિધ સામાજીક સંસ્થાઓ પણ આ વખતે એઇડસ દિવસ ઉજવણીમાં સહયોગ આપી રહ્યા છે.
આ વર્ષનું લડત સૂત્ર ‘વૈશ્ર્વિક ભાગીદારી : સહિયારી જવાબદારી ’ છે. દઢ નિશ્ર્ચયતા અને ખંત કરશે HIV/AIDSનો અંત કાર્યક્રમમાં જોડાવા માંગતા તેમજ આયોજન યોજવા અંગે ચેરમેન અરૂણ દવેનો મો. નં. ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર સંપર્ક સાધવો.
આ વર્ષની ઉજવણીમાં ગુજરાત એઇડસ કંટ્રોલ સોસાયટીના પ્રો. ડાયરેકટર ડો. ગુપ્તા સાહેબનો વિશેષ સહયોગ મળેલ છે.