અંજાર ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન જાહેર કરાયેલ માર્ગદર્શિકાનુ પાલન કરવા અપીલ કરાઈ છે.ગરબાના ગ્રાઉન્ડ પર અજાણી વ્યક્તિઓની આજુબાજુ ગરબા રમવાનું ટાળીએ તેમજ મુશ્કેલીના સમયમાં ફોનથી પર્સનલ લોકેશન ત્વરિત પોલીસ અથવા નજીકના વ્યક્તિને શેર કરવું. રાતના સમયે સુમસાન રસ્તે જવાનું ટાળવું, જો વાહન ન મળે તો 100 અથવા 181 પર સંપર્ક કરો. અજાણી વ્યક્તિ સાથે પર્સનલ ઈન્ફોર્મેશન શેર ન કરવા પોલીસે જણાવ્યું હતું.

જેમાં પૂર્વ કચ્છમાં ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય તે માટે પૂર્વ પોલીસ અધિક્ષક સાગર બાગમાં દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી જેવી કે,

  • ગરબાના ગ્રાઉન્ડ પર અજાણી વ્યક્તિઓની આજુબાજુ ગરબા રમવાનું ટાળીએ
  • મુશ્કેલીના સમયમાં ફોનથી પર્સનલ લોકેશન ત્વરિત પોલીસ અથવા નજીકના વ્યક્તિને શેર કરવું.
  • કંઈક પીધા અથવા ખાધા પછી સદંતર તબિયત બગડતી જણાતા પોલીસનો અને ડોક્ટરનો સંપર્ક કરો.
  • રાતના સમયે સુમસાન રસ્તે જવાનું ટાળવું, જો વાહન ન મળે તો 100 અથવા 181 પર સંપર્ક કરો.
  • અજાણી વ્યક્તિ સાથે પર્સનલ ઈન્ફોર્મેશન શેર ન કરવી અથવા સોશિયલ મીડિયામાં જોડાવું નહિ.
  • ગરબાના આયોજકોના નંબર તથા ગ્રાઉન્ડનું લોકેશન ઘરે તથા પરિચિત વ્યક્તિઓને શેર કરવું.
  • ટ્રાન્સપોર્ટ એપમાં ઘરેથી આવવા-જવા રાઈડ બુક કરી અંગત વ્યક્તિને લાઈવ લોકેશન શેર કરવું.
  • કિંમતી વસ્તુઓ, કિંમતી ઘરેણાં તથા જોખમકારક વસ્તુઓ સાથે રાખવાનું ટાળવું.
  • ગરબાના ગ્રાઉન્ડ પર સૌપ્રથમ ઇમર્જન્સી એક્ઝીટનો રસ્તો નોંધી રાખવો.
  • નવરાત્રી દરમ્યાન UPI ઉપરાંત ઈમર્જન્સી પરિસ્થિતિ માટે થોડા રૂપિયા સાથે રાખવા
  • આ સંપૂર્ણ માર્ગદર્શિકા નું પાલન કરવા અંજાર પોલીસની શી ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.