ઓરી અને રૂબેલા રોગ નાબુદી માટે ભારતભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે ત્યારે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન કે જે ૧૬૦૦થી પણ વધુ એલોપેથીની ડિગ્રી ધરાવતા ડોકટરોનું સંગઠનના પ્રેસીડન્ટ ડો.હીરેન કોઠારી તથા યુવા સેક્રેટરી ડો.પિયુષ ઉનડકટ દ્વારા જણાવાયું છે કે, જયારે કોઈપણ એક રોગનું રસીકરણ કરવામાં આવે ત્યારે એક સાથે મોટા જનસમુદાયને ઈમ્યુનીટી આપવામાં આવે છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ૯૫% ઓરી અને ૮૦% બેલાના કેસ ૧૫ વર્ષથી નાના બાળકોને થાય છે.
આ રસી ટીન ઈમ્યુનાઈઝેશનમાં સામેલ નથી છતાં પ્રાઈવેટમાં ઘણાખરા બાળકોને આપવામાં આવેલ હોય છે પણ જયાં સમગ્ર જન સમુદાયને આ પ્રકારની રસી આપવામાં આવતી હોય ત્યારે જેમને અગાઉ આ રસી મુકાવેલ હોય તેમણે પણ મુકાવવી અત્યંત આવશ્યક છે. સામુયીક અભિયાન દ્વારા આ પ્રકારની રસી મુકવામાં આવે તો સમયાંતરે આ રોગ શીતળા/પોલીયોની માફક સંપૂર્ણ નાબુદ કરી શકાય. ડો.હીરેન કોઠારીએ જણાવ્યું કે, આ માટે રાજકોટના ૧૬૦૦થી પણ વધુ ડોકટરોએ કરેલી અપીલ મુજબ તમામ ડોકટરોનો સહયોગ મળેલ છે.
એમ તમામ ડોકટરો પોતાને ત્યાં આવતા દર્દીઓને તથા તેમના પરીવારમાં રહેલા બાળકોને આ રસી લેવા આવશ્યક છે તથા તે લેવા માટેનું માર્ગદર્શન પુરુ પાડશે. પ્રમુખ ડો.હિરેન કોઠારી તથા મંત્રી ડો.પિયુષ ઉનડકટે શહેરના તમામ નાગરીકોને ખાસ અપીલ કરે છે કે દરેક વ્યકિત પોતાના પરીવારના ૯ માસથી ૧૫ વર્ષના તમામ બાળકોને તથા પોતાના પરિચિતોના બાળકોને પણ આ અભિયાન વિશે માહિતગાર કરે.