નેશનલ યુથ પ્રોજેકટના રાજકોટ યુનિટ પ્રમુખ રાજેશ જે. ભાતેલીયાએ રાજયની તમામ શ્રેષ્ઠ હોસ્પિટલોને માં અમૃતમ કાર્ડ સ્વીકારી અન્ય દર્દીને અપાતી શ્રેષ્ઠ સારવાર કોઇપણ ભેદભાવ વગર આપે તે માટે નમ્ર સુચન કર્યુ છે. રાજેશ જે. ભાતેલીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રાજય સરકાર દ્વારા પણ આ અંગે નકકી કાર્યવાહી કરી દર્દીઓને સારામાં સારી હોસ્પિટલોમા ંનિયમીત પણે ઉત્તમ સારવાર મળે તે માટે જરુરી કાર્યવાહી કરવા સુચન કર્યુ છે.
દરેક સરકારી અને ખાનગી હોસ્પિટલો નિરંતર માનવતા, સાદગી, સ્વચ્છતા, નિ:સ્વાર્થ સવાને નિરંતર ટોપ પ્રાયોરીટી આપતી રહે તે માટે રાજય સરકાર નકકર યોજના બનાવી અમલી કરણ કરે તે માટે રાજેશ જે. ભાતેલીયાએ સજેશન કરેલછે.
તેમજ દર્દી તથા તેના સગા સંબંધીઓને ખુબ જ ઓછા ચાર્જમાં આરોગ્યપ્રદ નાસ્તો, ચા-દૂધ, કોફી તેમજ જમવાનું તમામ હોસ્પિટલમાં નીયમીત મળે તે માટે યોગ્ય કરવા આવે તથા દર્દીઓના બહાર ગામથી આવતા સગા-સંબંધીઓને અત્યંત નજીવાદરે રહેવા અને જમવાની સુવિધા દરેક હોસ્પિટલની અંદર અથવા અત્યંત નજીકના વિસ્તારમાં પ્રાપ્ત થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તે નેશનલ યુથ પ્રોજેકટના રાજકોટ યુનિયના પ્રમુખ રાજેશ જે. ભાતેલીયાએ અપીલ કરી છે.