ગઇ કાલે શહેરમાં સર્જાયેલા ટ્રાફીક જામના દ્રશ્યો બાદ સાંજે સાત કલાકે સિગ્નલો બંધ કરવા આદેશ
માસ્ક પહેરવા, સોશ્યિલ ડિસ્ટન્સ અને આઠ વાગ્યા પહેલા ઘરે પહોંચી જવા મનોજ અગ્રવાલનો શહેરીજનોને અનુરોધ
રાત્રિ કર્ફુયના સમય વધાર્યા બાદ ગતરાત્રે શહેરના ટ્રાફીક સર્કલો પર વાહન ચાલકો દંડથી બચવા માટે સર્જાયેલા ટ્રાફીક જામથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સાંજે સાત કલાર્કથી ટ્રાફીક સિગ્નલો બંધ રાખવા આદેશ આપી અને લોકોન: કામગીરીમાં સાથ સહકાર આપવા તેમજ બીનજરુરી બહાર ન નીકળી અને કોરોનાનું સંક્રમણ અટકાવવા અપીલ કરી છે.
વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી લહેર બેકાબુ બની છે અને સરકાર દ્વારા સંક્રમણની ચેન તોડવા સરકાર દ્વારા ચાર મહાનગરોમા એક કલાકનો કર્ફુયનો સમય વધારી અને અન્ય 16 શહેરોમાં કર્ફયુ લગાડવામાં આવી છે. જેનો કડક અમલ કરાવવા પોલીસ કમિશ્નર પગલે ઉચ્ચ અધિકારી, પોલીસ મથકના સ્ટાફ અને મહત્વની બ્રાંચો દ્વારા ગ્રાઉન્ડ ઉતરી સઘન કામ કરી હાથ ધરવામાં આવી હતી.
કર્ફફુના સમયમાં એક કલાકનો વધારો કરાતા રાત્રિના આઠ કલાકની અમલ કરાવવા પોલીસ દ્વારા દરેક સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક અમલ કરાવવા સ્ટાફ ખડેપગે હતો જયારે લોકો પણ રાત્રિના આઠ કલાક પહેલા ઘરે પહોચવા એક સાથે નીકળતા પ્રથમ દિવસે સર્કલો પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ દ્રશ્યો પાછળ ટ્રાફીક સિગ્નલ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું.
ટ્રાફીક જામ થાવ પાછળ ટ્રાફીક સિગ્નલો અને સીસી ટીવીના કેમેરાના દંડથી બચવા માટે ટ્રાફીક સમસ્યા સર્જાય હોવાનું તેમજ ટ્રાફીક જામથી કોરોનાનું સંક્રમણ વધવાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને ઘ્યાન દોર્યુ હતું.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે દ્વારા શહેરના ટ્રાફીક સિગ્નલ સાંજના સાત કલાકે બંધ કરી દેવા નિર્ણય કરવામાં આવ્યા છે.
વધુમાં અગ્રવાલે જણાવ્યું હતું કે શહેરીજનોએ પોતાના ઘરે રાત્રિના આઠ કલાક સુધીમાં પહોંચી જવા અનુરોધ કર્યો છે.
શહેર પોલીસના જવાનો સંક્રમણને અટકાવવા અને જરુર પડશે તો સ્વયં સેવકોની મદદ લેવામાં આવશે તેમજ લોકોએ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા મનોજ અગ્રવાલે અપીલ કરી છે.
શહેર પોલીસ જે પ્રજા માટે હરહંમેશ માટે તતપર રહેલ છે કોરોના મહામારી અટકાવવા જાહેર કરેલ માર્ગદર્શીકાનું પાલન કરાવવા માટે શહેર પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જે ફરજ દરમ્યાન પોલીસ દ્વારા ક્ધટેનમેન્ટ ઝોન, માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન વિસ્તારની સતત વિઝીટ કરવામાં આવે છે તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે કર્ફયુ બંદોબસ્ત, વિસ્તાર પેટ્રોલીંગ તેમજ રૂટીન કામગીરીમાં પોલીસમાં પોલીસ સ્ટેશન ખાતે આવતા અરજદારશ્રીઓ ના સંપર્કમાં આવવાનું થાય છે જેથી સતત અન્ય લોકોના સંપર્કમાં આવવાથી કોરોના વાયરસનો ફેલાવો થવાની સંભાવના ખુબજ વધુ હોય જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળે અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકે તેવા હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેર, પોલીસ સ્ટેશન ના ઇ-મેઇલ આઇડી, ફેસબુક એકાઉન્ટ, ટવીટર, ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ, સીટીઝન પોર્ટલ નીચે મુજબના ઉપલબ્ધ છે જે જાહેરજનતાને ખુબજ અનીવાર્ય નહોય તો પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવવાને બદલે તે ઓનલાઇન માધ્યમથી ફરીયાદ અરજી કરવા અપીલ કરવામાં આવે છે.
અરજદારશ્રી દવારા જે ઓનલાઇન મળેલ ફરીયાદ અરજી બાબતે રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ કરશે તેમજ જરૂરીયાત જણાય તે કેસમાં અરજદારના મોબાઇલ પર વિડીયો કોલીંગની ફેસીલીટી થી અરજદારની રજુઆત સાંભળી તપાસની કાર્યવાહી કરશે અને અરજદારીશ્રીના ઇ-મેઇલ એકાઉન્ટ મા જે કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવશે.
શહેર પોલીસ કંટ્રોલરૂમ કાર્યરત છે જેમા 100 નંબર પર કોલ કરવાથી જાહેરજનતાને કોઇપણ જગ્યાએ પોલીસ સહાયની જરૂરીયાત હોય તો તાત્કાલીક પોલીસ સ્થળ પર પહોંચી તેમના પ્રશ્નનું નીરાકરણ કરશે જેથી શકય ત્યા સુધી ટોળામાં આવવાનું ટાળવુ કોઇ પોલીસ સ્ટેશન કે પોલીસ કમિશનરની કચેરી ખાતે અરજદારે આવવાની જરૂરીયાત ઉભી થાય તો મોટી સંખ્યામાં આવવાની જગ્યાએ સક્ય હોય તો ફકત બે વ્યકિતને આવવા સુચન કરવામાં આવ્યું છે