કાલે ભારત બંધન એલાનના પગલે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે
ફિલ્મ પદ્માવતના રિલીઝ થવા સામે ચાલી રહેલા દેશના વિરોધમાં પગલે રાજકોટ શહેરના વિવિધ વકીલ મંડળે રાજપૂત સમાજની સાથે ઉભા રહી ફિલ્મ પદ્માવતના રિલીઝ કરવાનં સામે કલેકટરને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.
ક્ષત્રીય સમાજ દ્વારા લડત સમિતિને વકીલોનું સમર્થન છે. અને આ ફિલ્મ રીલીઝ નહી કરવા માટે યોગ્ય કાર્યવાહી ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે આપના દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તે માટે કલેકટરને આવેદનપત્ર વકીલ એસો. દ્વારા પાઠવવામાં આવે છે. તેમજ સ્વયંભૂ ફિલ્મ રીલીઝ નહી કરવા ગુજરાતનાં સીને માલીકોને અપીલ કરી છે.
આવેદનપત્ર પાઠવતી વેળાએ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલ, બાર એસો.ના જયેશ બોધરા, મનીષ ખખ્ખર, હરેશ પરસોંડા, રાજેન્દ્રસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ જાડેજા, ક્રિમીનલ બારના તુષાર બસલાણી, જયુભા રાણા, હિતુભા, રાજેશ મહેતા, પિયુષ શાહ, સી.એચ. પટેલ, ભરત આહ્યા, યોગેશ ઉદાણી, રમેશ કથીરીયા, હિતેશ દવે, બળવંતસિંહ રાઠોડ, ‚પરાજસિંહ પરમાર, ધર્મેશ સખીયા, ધર્મેશ પરમાર અને કપીલ શુકલ સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
પદ્માવત ફિલ્મના વિરોધમાં તા.૨૫ને ગૂ‚વારના રોજ ભારત બંધનું એલાન હોય ત્યારે જેની અસર વાહન વ્યવહાર પર પડે તેમ હોય જેથી વકીલો તેમજ બહારગામથી આવતા પક્ષકારો ને હાલાકી ન પડે તે માટે આવતીકાલે ગૂ‚વારના રોજ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનું ઠરાવવામાં આવે છે તથા તમામ જજીસ ને વિનંતી કરવામાં આવી છે. કે જે કેસમાં જે પરિસ્થિતિ હોય તે યથાવત રાખવાનું પણ ઠરાવવામાં આવે છે. તેમ સેક્રેટરી મનીષ ખખ્ખરની યાદીમાં જણાવાયું છે.