શાળા પ્રવેશના દિવસો નજીક હોવાથી આધારકાર્ડની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવવાની માંગ
મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની કામગીરી બંધ થતાં લોકોને હાલાકી વેઠવી પડતી હોવાની ફરિયાદો ઊઠી છે આ અંગે સામાજિક કાર્યકરે કલેકટરને રજૂઆત કરી આધારકાર્ડની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરી છે.
સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની કામગીરી બંધ થઈ છે. આધારકાર્ડ લિંકઅપ સહિતની કોઈપણ કામગીરી થતી નથી. લોકો દરરોજ કચેરીના ધક્કા ખાઈ છે. પરંતુ અધિકારીઓ દાદ દેતા નથી થોડા સમય પછી શાળાનું નવું સત્ર શરૂ થશે તેથી શાળામાં આરટીઆઇ હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને આધારકાર્ડની જરૂરિયાત ઊભી થશે.
જો આવા ગરીબ પરિવારના બાળકોને આધારકાર્ડ નહીં નીકળે તો આરટીઆઇ હેઠળ પ્રવેશથી તેઓ વંચિત રહી જશે તેમજ સરકારી યોજનાના કામકાજ જેવા કે બેંક લૉન, આઈ.આઈ.રિટર્ન જેવા કામો પર અસર પડવાથી લોકોને હેરાનગતિ થશે.
ખાનગી જન સેવા કેન્દ્રના સંચાલકો આધાર કાડના રૂ. ૨૦૦ ઉઘરાવીને લોકોને ખંખેરી રહ્યા છે જોકે આ સરકારની યોજના મફત છે. તો પણ લોકોને ખાનગી આધાર કેન્દ્રો પર પૈસા દઈને આધાર કઢાવવા માટે જવું પડે છે.તાત્કાલિક ધોરણે આધારકાર્ડની કિટો જે બંધ હાલતમાં છે.તેની જગ્યાએ બીજી કિટો આપી આધારકાર્ડની કામગીરી ચાલુ કરાવવાની માંગ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com