જામનગર, અમદાવાદ, ભરૂચના વતનીઓ જયુબેલ ફસાયા
સાઉદી એરબિયામાં ફસાયેલા ગુજરાતીઓએ વતન પરત આવવા માટે તંત્ર પાસે ઘા નાખ્યા છે. પણ કેન્દ્ર સરકાર કે રાજય સરકાર તરફથી કોઇ દાદ મળી નથી. જામનગર, અમદાવાદ અને ભચના વતનીઓએ વતન આવવા માટે સરકાર સમક્ષ અરજ કરી છે. રાજયમાંથી કેટલાક ધંધાર્થીઓ ધંધા કે નોકરી માટે કેટલાય યુવાનો સાઉદી અરેબિયા ગયા છે પણ ત્યાં તેમની સ્થિતિ એવી થઇ છે કે હવે તેમને જીવવું પણ અધરુ થઇ ગયું છે. રોજગારી વિના મુશ્કેલ સ્થીતી જોઇ છે. સાઉદી અરેબિયા ઔઘોગિક શહેર જયુબેલ ખાતે ગુજરાતના ૭૦ જેટલા લોકો ફસાઇ ગયા છે અને તેઓએ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારોને ઇ મેઇલ કરી તથા ટવીટર પર મુંઝવણ મુકત મદદની ગુહાર માગી છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા રાજેશ રબારીની વાત કરીએ તો તે સોફટવેર એન્જીનીયર છે અને જાન્યુઆરી માં જયુબેલ ગયો હતો અને ૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ પરત ફરવાનો હતો પણ કોરોનાના કારણે વિમાની સેવા બંધ થતાં તે ફસાઇ ગયો હતો તેની પત્ની સગર્ભા છે અને બહેનને કેન્સર છે તેના ઘરે બન્નેની સારસંભાળ લેનાર કોઇ નથી. રાજેશ પાસે હવે નોકરી રહી ન હોવાથી હવે ખાવાના પણ સાંસા છે. તે કહે છે કે હું રોજ ભારતીય દૂતવાસને ઇમેઇલ કરી રજુઆત ક છું દૂતવાસ ઉપરાંત ભારતીય સતાવાળાઓ તથા વિદેશ મંત્રી એસ. જય શંકર સહિતના મંત્રીઓને જાણ રજુઆત કરી છે પણ તેને પરત ભારત લાવવા માટે હજી સુધી કોઇ મદદ મળી નથી તેને જાણવા મળ્યું છે કે ગુજરાત સરકાર આ બાબતે કંઇ કરતા નથી. મુળ જામનગરના અતુલ કણથરીયાની વાત કરીએ તો સાઉદી અરેબિયામાં કોરોના કહેર ફાટી નીકળતાં તેને ૩૦ માર્ચના રોજથી નોકરીમાંથી દૂર કરાયો છે. તે ગુજરાત પરત આવવા માટે ભારતીય દૂતાવારમાં ફોર્મ પણ ભર્યુ હતું. આમ છતાં તેને કોઇ પ્રતિભાવ મળ્યો નથી.બીજા ગુજરાતી યુવાન રાજી શાહની વાત કરીએ ો ત ભચનો વતની છે અને અત્યારે તેની પાસે કોઇ નોકરી કે આવકસનું સાધન નથી હાલ તે ખુબ જ મુશ્કેલી ભોગવી રહ્યો છે. તે તેના મિત્રના ઘરે રહે છે. અને ભોજન પણ ત્યાં જ લે છે તે કહે છે કે મારી નોકરી પૂર્ણ થઇ જતાં હું બને એટલે ઝડપથી ભારત આવવા અને પરિવારને ને મળવા આતુર છું.