સાધુ ટી એલ વાસવાણીજીના ૧૩૯માં જન્મદિનની ઉજવણીના ભાગપે સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સ, સાધુ વાસવાણી માર્ગ, રાજકોટ ખાતે મીટલેસ ડે નિમિત્તે રાજકોટ શહેરના ટ્રાફિક સિગ્નલ ઈન્દિરા સર્કલ પર વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકોએ ૨૫ નવેમ્બર “મીટલેસ ડે મનાવવા માટે રાજકોટ શહેરીજનતાને વિનંતી કરેલ જે સમયે “મીટલેસ ડે માટે સમર્થનપી રાજકોટ શહેરના મોભીઓ મેયર, પૂર્વ ડે.મેયર, શાસકપક્ષના દંડક નેતા દલસુખભાઈ જાગાણી, અશ્ર્વિનભાઈ વાગડિયા, પૂર્વ વિરોધ પક્ષના નેતા ગાયત્રીબેન વાઘેલા હાજર રહેલ.
સાધુ વાસવાણી મિશનની સ્થાપ્ના કરનાર સાધુ થાનવર્દાસ લિલરામ વાસવાણી જેઓ ૨૫ નવેમ્બર ૧૮૭૯માં જન્મેલા જેઓ એક ભારતીય શિક્ષણ શાસ્ત્રી હતા. જેમણે શિક્ષણમાં મીરા ચળવળ શરૂ કરી અને હૈદરાબાદમાં સેન્ટ મીરા સ્કૂલની સ્થાપ્ના કરી. ૨૦૧૧માં પુણેમાં એક સંગ્રહાલય તેમના જીવન અને શિક્ષણને સમર્પિત દર્શન સંગ્રહાલય ખોલવામાં આવ્યું હતું. સાધુ વાસવાણી ‘મીટ’ના વિરોધી હતા. તેમનો સંદેશો પણ એ જ હતો. ત્યારે સાધુ વાસવાણીને ખરેખર તેમના જન્મદિને શ્રધ્ધાંજલિ આપવા ‘મીટલેસ ડે’ મનાવવામાં આવશે તો જ ખરી ઉજવણી ગણાશે.