મહાપાલિકાની સાધારણ સભા વખતે કચેરીમાં પ્રવેશતા સદસ્યો તેમજ અરજદારો સાથે અણછાજતુ વર્તન કયુૃ હોવાનો આક્ષેપ: તાકીદે કાર્યવાહીની માંગ
મહાપાલિકાની સાધારણ સભામાં આવતા ચુંટાયેલા નગર સેવકો તેમજ અરજદારો સાથે એસીપી ભરત રાઠોડ દતેમજ તેમની ટીમે ગેરબંધારણીય વર્તન કર્યુ હોવાનો આક્ષેપ કરીને શહેર અને જીલ્લા કોંગ્રેસ સમીતીએ શહેર પોલીસ કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું. અન આ મામલે તાકીદે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની દ્વિ-માસિક સાધારણ સભા રાજકોટ મહાનગરપાલિકાના રમેશભાઈ છાયા સભાગૃહમાં સવારે ૧૧ કલાકે મળેલ હતી જેમાં ફરજ પરના એસીપી ભરતભાઈ રાઠોડ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા મહાનગરપાલિકાની કચેરીની કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકાની કચેરીમાં આવતા અરજદારોને પણ રોકવામાં આવતા હતા અને પોલીસ ઓફિસરો રોફ જાડતા હતા ત્યારે રાજકોટના પ્રજાજનો પોતાના વ્યક્તિગત કામ માટે કચેરીમાં આવતા હોય છે મહાનગરપાલિકાની કચેરીએ જાહેર કચેરી હોય ત્યાં આવતા અરજદારોને મળતા બંધારણીય અધિકારોનો આપના તાબાના અધિકારી દ્વારા ભંગ કરવામાં આવ્યો છે અને પોતાની મનમાની ચલાવવામાં આવી છે.
આજની સામાન્ય સભામાં વોર્ડ નં.૧૮માં ચુંટાયેલા નગર સેવિકા ધર્મિષ્ઠાબા જાડેજા નાના બાળક સાથે મહાનગરપાલિકાના મુખ્ય દરવાજા પાસેથી મહાનગરપાલિકાની કોંગ્રેસ પક્ષની ઓફીસ પાસે આવતા હતા ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી મહેશભાઈ રાજપૂત અને એડવોકેટ અશોકસિંહ વાઘેલા દ્વારા એસીપી રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી કે કોંગ્રેસ કાર્યાલયે જતા હોય ત્યારે તમો બંધારણીય રીતે અમને રોકી નાં શકો છતાં પણ અમારી રજૂઆત નઝર અંદાઝ કરવામાં આવી હતી એસીપી રાઠોડના ઈશારે કોઈ મોટા ગુન્હેગારો હોય તે રીતે નગર સેવિકા ધર્મિષ્ઠાબા જાડેજા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ ભાઈ સહિતના આગેવાનોને ઉપાડી ઉપાડી પોલીસ વેનમાં ઘા કરવામાં આવ્યા હતા અને તેમાં અમારા કેટલાય કાર્યકરોને ઈજા પણ થયેલ છે અને પુરુષ પોલીસ ઓફિસરો દ્વારા ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્ડન કરી રોકવામાં આવ્યા હતા અને એક સ્ત્રીનું અપમાન થાય તે રીતે અપમાનિત કરી તેમના નાના બાળકને પણ સાથે લેવા દેવામાં આવ્યો ન હતો અને પોલીસે તેમને એસીપી રાઠોડના ઈશારે ડીટેઈન કરી પોલીસ વેનમાં બેસાડી દીધા હતા.
વોર્ડ નં.૧૨ના નગરસેવિકા ઉર્વશીબા જાડેજાને પણ એસીપી રાઠોડના ઈશારે પોલીસ દ્વારા સભાગૃહમાં જતા અટકાવવામાં આવ્યા હતા અને તેઓ શ્રી દ્વારા પોતાનું આઈ કાર્ડ રજુ કરવા છતાં પણ પોલીસ ઓફિસરો તેમને બંધારણીય રીતે મળેલા સાધારણ સભામાં જવાના અધિકારોથી વંચિત રાખી શાશક ભાજપને મદદરૂપ થઇ ગેરબંધારણીય કૃત્ય કરી રહ્યા હોવાનું સ્પષ્ટ શાબિત થાય છે ત્યારે તેની તપાસ કરી અને અમારા આ નગરસેવકનું નિવેદન લઇ નિયમ અનુસાર કાર્યવાહી કરવી.