બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્ય દિલીપ પટેલે વિજયભાઈને પત્ર લખી ઘટતુ કરવા માંગ ઝડપી ન્યાયનું સપનું પુરુ કરવા
રાજયની તાલુકા-જિલ્લા અદાલતોમાં પબ્લીક પ્રોસીકયુટરોની ખુબ જ ઓછી સંખ્યા હોય તેના પરીણામે શહેરો અને તાલુકા કક્ષાએ એક દિવસ કોર્ટમાં પબ્લીક પ્રોસીકયુટરોની હાજરીથી જ કેઈસ ચાલે છે બાકીના દિવસોમાં કેઈસનો ભરાવો થતો રહે છે. જી.પી.એસ.સી. દ્વારા ૫૪૩ આસી.પબ્લીક પ્રોસીકયુટરોની નિમણુક માટે ઈન્ટરવ્યુ યાદી બહાર પાડવામાં આવેલી હતી પરંતુ બાકી રહેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીટ કરતા બે વર્મથી આ એપીપીની નિમણુક પેન્ડીંગ રહી હતી. જીપીએસસીમાં પાસ થયેલા ઉમેદવારોએ પણ આ જગ્યા તાત્કાલિક ભરવા હાઈકોર્ટમાં રીટ કરતા હાઈકોર્ટે પાસ થયેલા એપીપીની નિમણુક કરવા આદેશ કર્યો હતો.
આ અંગે કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહને પણ રૂબરુ રજુઆત કરી હતી. આ તમામ ૫૪૩ આસી. પબ્લીક પ્રોસીકયુટરોની નિમણુક કરવામાં આવે અને હાઈકોર્ટ દ્વારા રીટમાં આદેશનું સરકાર દ્વારા પાલન થાય અને રાજયનું ઝડપી ન્યાયનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે ૫૪૩ એડી.પબ્લીક પ્રોસીકયુટરોની નિમણુક કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ દ્વારા પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.