નીચેની અદાલતના ચુકાદા ફરિયાદી હાઇકોર્ટના બદલે સેસન્શ કોર્ટમાં પડકારી શકે: જસ્ટીશ પારડીવાલાનું મહત્વનું અવલોકન
જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટના શકવર્તી ચુકાદા બાદ ફરિયાદ પક્ષ સીધા હાઇકોર્ટમાં પડકારી અપીલ દાખલ કરતા હોય છે ત્યારે હાઇકોર્ટના જસ્ટીશ જે.બી.પારડીવાલાએ હાઇકોર્ટના બદલે સેસન્શ કોર્ટમાં પણ પડકારી અપીલ દાખલ થઇ શકે તેવો મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે.
હાઇકોર્ટમાં કેસનું ભારણ ઘટે અને અરજદારોને ઝડપથી ન્યાય મળી રહે તેવા મહત્વનો હાઇકોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરી નીચેની કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી ન્યાય મેળવતા પહેલાં કક્ષા સેસન્શ કોર્ટમાં અપીલ દાખલ કરી ન્યાય મેળવવાનું જાહેર કર્યુ છે.
જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ઓછી સજાના ક્રિમીનલ કેસની સુનાવણી થતી હોય છે. અને અદાલતના ચુકાદા સામે ન્યાય મેળવવા સીધા જ હાઇકોર્ટમાં અપીલ દાખલ થતી હોય છે.
તાજેતરમાં જ વિરમગામના લવજીભાઇ ભાલોડીયા નામની વ્યક્તિએ પૈસાની વસુલાત માટે આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. કેસની સુનાવણી પુરી થતા નીચેની અદાલતે આઠેય શખ્સોને નિદોર્ષ ઠરાવી છોડી મુકયા હતા જે ચુકાદા સામે લવજીભાઇ ભાલોડીયાએ સેસન્શ કોર્ટના બદલે સીધી હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
લવજીભાઇ ભાલોડીયાની અપીલની સુનાવણી હાઇકોર્ટના જસ્ટીશ જે.બી.પારડીવાલાની કોર્ટમાં શ‚ થતા જસ્ટીશ પારડીવાલાએ અપીલ સેસન્શ કોર્ટના બદલે હાઇકોર્ટમાં દાખલ કેમ કરી તેવો સવાલ કરી આવી અપીલ સેસન્શ કોર્ટમાં દાખલ કરી શકાય તેવું ઠરાવ્યું હતું.
સેસન્શ કોર્ટમાં અપીલની સુનાવણી બાદ જ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવી જોઇએ જેના કારણે અરજદારને ઝડપથી ન્યાય મળી રહે અને હાઇકોર્ટમાં કેસનું ભારણ ઘટે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. સેસન્શ કોર્ટના ચુકાદાથી સંતોષ ન થયા ત્યારે જ અરદારે હાઇકોર્ટમાં દાદ માગવી જોઇએ ન્યાયીક પ્રક્રીયાની પ્રણાલી મુજબ કાર્યવાહી થાય તો ઝડપી ન્યાય થઇ શકે અને અરદારને લાંબો સમય સુધી ન્યાયની રાહ જોવાની રહેતી ન હોવાનું કાયદાવિદો જણાવી રહ્યા છે.
જો કે, ક્રીમીનલ કેસના ચુકાદાની અપીલ સેસન્શ કોર્ટમાં થઇ શકે છે પણ રેવન્યુ કેસના કેટલાક કેસની હાઇકોર્ટમાં સીધી અપીલ થઇ શકે તેમ કાયદાના જાણકારો કહી રહ્યા છે.